ટ્રેન ના પાટા ટુટેલા જોઈ મહિલાએ પોતાની લાલ સાડી ઉતારી ટ્રેનને રોકી દીધી…, મોટી દુર્ઘટના થતા થતા બચી…
ઘણી વખત માણસની નાની એવી સમજણના લીધે પણ ખૂબ જ મોટી દુર્ઘટના બનતા બનતા પણ અટકી જતી હોય છે. માણસની સાથે કોઠા સુજ અને સમજણ ને લીધે ઘણી વખત મોટી દુર્ઘટના બનતી પણ અટકી જાય છે. આ પ્રકારની એક ઘટના સામે આવી છે. ટ્રેનના પાટા ઉપર ઝડપે દોડતી ટ્રેનને સુરક્ષિત સાધન માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત ટ્રેનને પણ અકસ્માત નો સામનો કરવો પડે છે. ટ્રેનના પાટા હોય તો ટ્રેનને ખૂબ જ મોટો ગમખ્વાર અકસ્માત નડી શકે છે
તેમજ જુઓ અકસ્માત થાય તો મોટી સંખ્યામાં લોકોના જીવ જોખમ માં મુકાઈ જાય છે. આજ કારણ છે કે વારંવાર રેલવેના કર્મચારીઓ દ્વારા ટ્રેનના પાટાને સતત ચેક કરવામાં આવતા હોય છે. તેવામાં વિચાર કરો કે, કર્મચારી ટ્રેનના પાટા ચેક ન કરે અને તુટેલા હોય તો શું થાય?
આ સમગ્ર ઘટના બાબતે યુપીની એક ગામડાની મહિલાએ વિચાર કર્યો અને જ્યારે તેની નજરની સામે નો પાટો તૂટેલો જોયો ત્યારે, તેમણે પોતાની કોઠા સૂઝબુજ દેખાડીને હજારો યાત્રીઓના જીવ બચાવી લીધા હતા. આ મહિલાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ મહિલાના કરેલા કામને લીધે સોશિયલ મીડિયા ઉપર મહિલાના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે
આ મહિલાની સોજભુજ ના કારણે મોટી દુર્ઘટના ટળી છે અને આ મહિલા એટા વિસ્તારની રહેવાસી છે. આ ખૂબ જ શાનદાર મગજ વાળી મહિલાનું નામ ઓમવતી છે અને મહિલા સવારે 8:00 વાગ્યાની આસપાસ પોતાના ખેતરે જઈ રહી હતી. તેમણે કુલ 12 રેલવે સ્ટેશનથી 100 મીટર દૂર રેલવેના પાટા તૂટેલા છે તેવું જોયું હતું. ત્યારે ઓમ વધી બેને જોયું કે પાટા ટુટેલા છે અને તે જોઈને તે ખૂબ જ હેરાન થઈ ગઈ હતી
મહિલાને સૌથી મોટી ચિંતા એ હતી કે આપ રસ્તા ઉપરથી જો ટ્રેન પસાર થશે તો શું થશે??, અધુરામાં પૂરું એવી રીતે, થોડા સમય પછી જ અહીંથી એક પેસેન્જર ટ્રેન પસાર થવાની હતી. પહેલા તો ઓમવતી બેનને એવી ચિંતા થઈ હતી કે, જો તૂટેલા પાટા ઉપરથી ટ્રેન પસાર થઈ જશે તો શું થશે.
તેમણે ચિંતા થઈ પરંતુ તેમણે હિંમત રાખીને જે પણ પ્રકારનો મોટો નિર્ણય કર્યો તેના કારણે અનેક મુસાફરોના જીવ બચી ગયા હતા. આ મહિલાનું ઘર નજીક હતું અને તેથી દોડીને તે પોતાના ઘરે ગઈ હતી અને ઘરેથી લાલ કલરની સાડી લઈ આવી હતી. તેમણે લાલ સાડી ને બે લાકડી ના કટકા બાંધી દીધા હતા અને પાટા જે જગ્યા ઉપર તૂટેલા હતા તેનાથી થોડી દૂર સાડીને બાંધી દીધી હતી.
આ મહિલાએ સાડી બાંધીને ત્યાંથી દૂર જતી રહી હતી અને ટ્રેનની રાહ જોતી હતી તેમાં થોડા સમયની અંદર ત્યાંથી ટ્રેન પસાર થવાની પૂરેપૂરી તૈયારીમાં હતી અને ટ્રેન નો હોર્ન સંભળાયો. જ્યારે તેને ટ્રેન ને આવતી જ હોય તો તેમણે પોતે પહેરેલી સાડી નો પાલવ ખોલીને ટ્રેનની સામે લહેરાવા લાગી. તેમણે ટ્રેનના પાટા ઉપર પણ લાલ કલરની સાડી બાંધી હતી અને પોતે લાલ કલરની સાડી નો પહેલો પણ ટ્રેનની સામે લહેરાવા લાગી હતી.
આ જોઈને ટ્રેન ના પાયલોટ ને કંઈક અજુગતું લાગ્યું અને તેમણે તરત જ ઇમરજન્સી બ્રેક લગાવવાની શરૂ કરી હતી અને ટ્રેન થોડી દૂર જઈને અટકી ગઈ હતી. ટ્રેન નો ડ્રાઇવર ટ્રેનમાંથી ઉતર્યો અને તૂટેલા પાટા જોયા તો તે પણ ખૂબ જ આશ્ચર્યચક્તિ થઈ ગયો હતો. તેના તરત જ અન્ય અધિકારીઓને પણ સૂચના આપી અને અડધા કલાકમાં જ ટ્રેનના પાટા બરાબર કરી દેવામાં આવ્યા હતા
ઓમવતી બહેને જે કામ કર્યું તેના માટે રેલવેના અધિકારીઓ પણ તેમને ખૂબ જ આપી રહ્યા છે અને હવે સોશિયલ મીડિયા ઉપર આ મહિલાએ કરેલા સુંદરકામ વિશે ચર્ચા એ જોર પકડ્યું હતું. ઉપર પણ આ મહિલાના કામને ખૂબ જ વખાણ કરવામાં આવે છે. મિત્રો આ લેખ જૂનો છે પરંતુ લોકોની અંદર સહાનુભૂતિ અને આ મહિલાના કામથી થોડીક શીખ મળે તે હેતુસર મૂકવામાં આવ્યો છે