Suratમાં રહેતી 15 વર્ષીય સગીરાનું મહારાષ્ટ્રના મુસીબે કર્યું અપહરણ, જુઓ પોલીસે કઇ રીતે ચુંગાલમાંથી છોડાવી
Suratની 15 વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી મહારાષ્ટ્રનો યુવક સગીરાનું અપહરણ કરી મુંબઈ અને ત્યાંથી પોતાના ગામ ખાતે લઈ ગયો હતો. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મુસીબ નામના યુવકની ઔરંગાબાદ ખાતેથી ધરપકડ કરી કિશોરીને છોડાવી છે.
સોશિયલ મીડિયાથી આવ્યા હતા સંપર્કમાં
આ મામલે Surat ACP વી.આર મલ્હોત્રાએ જણાવ્યું કે, મુસીબ ઔરંગાબાદ ખાતે ગેરેજનું કામ કરે છે. મુસીબ અને કિશોરી આજથી એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ થકી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રતા વધી અને બંનેએ વાતચીત શરૂ કરી હતી. જે બાદ થોડા દિવસ પહેલા જ આ મુસીબ સુરત આવ્યો હતો અને એક હોટલમાં રોકાણ કર્યું હતું. તે સમયે કિશોરીને પણ હોટલમાં મળવા બોલાવી હતી.
આ પણ વાંચો : Karwa Chauth માં દરેક સુહાગન સ્ત્રીને કરવા જોઈએ આ 16 શણગાર,જાણો….
કિશોરીનું અપહરણ કરીને મહારાષ્ટ્ર લઈ ગયો
તેઓએ જણાવ્યું કે, જે બાદ મુસીબ કિશોરીનું અપહરણ કરીને મહારાષ્ટ્ર લઈ ગયો હતો. આ અંગેની જાણ કિશોરીના માતા-પિતાને થતાં તેઓ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલના સમયમાં લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, તેમાં પણ આ મુસીબની ઇન્સ્ટાગ્રામ આઈડી પર કટર મુસ્લિમ લખેલું હતું. જેથી માતા-પિતાને લવ જેહાદની આશંકા જતા તાત્કાલિક વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે અલગ અલગ ટીમો બનાવી
માતા-પિતાની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક શહેરના સ્ટેશન સહિતના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી. તે દરમિયાન આ કિશોરી ઔરંગાબાદ ખાતે હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે તાત્કાલિક ઔરંગાબાદ જઈ આરોપી મુસીબની ધરપકડ કરી હતી અને 15 વર્ષીય કિશોરીને તેના ચુંગાલમાંથી છોડાવી હતી. હાલ પોલીસે મુસીબની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.