નોરા ફતેહીને 6 કલાક સુધી 50 સવાલો પૂછ્યા, નોરાએ કહ્યું, ‘હા, મેં 1 કરોડની BMW ગિફ્ટમાં લીધેલી, પણ હું જેકલીનને નથી ઓળખતી’

નોરા ફતેહીને 6 કલાક સુધી 50 સવાલો પૂછ્યા, નોરાએ કહ્યું, ‘હા, મેં 1 કરોડની BMW ગિફ્ટમાં લીધેલી, પણ હું જેકલીનને નથી ઓળખતી’

દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે (EOW) શુક્રવારે તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. રિપોર્ટ અનુસાર, દિલ્હી પોલીસે 6 કલાક સુધી લગભગ નોરાની પૂછપરછ કરી હતી. આ કેસમાં ED (એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ)એ જેક્લીન ફર્નાન્ડિસને આરોપી બનાવી છે. સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહીને લક્ઝરી કાર સહિત ઘણી મોંઘી ગિફ્ટ્સ આપી

જેક્લીન સાથે મારું કોઈ કનેક્શન નથી: નોરા
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દિલ્હી પોલીસે 6 કલાકમાં નોરાને લગભગ 50 પ્રશ્નો પૂછ્યા. જેમાં તમે સુકેશ પાસેથી ક્યારે ગિફ્ટ લીધી? તમે તેને ક્યાં મળ્યાં? જેવા કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. નોરાએ સમગ્ર પૂછપરછમાં મદદ કરી હતી.

તે જ સમયે, નોરાએ જવાબ આપ્યો કે હું સુકેશની પત્નીને નેઈલ આર્ટ ફંક્શનમાં મળી હતી. અહીં તેણે મને 1 કરોડની BMW કાર ગિફ્ટ કરી હતી. બંનેના ગુનાહિત ઇતિહાસ વિશે મને ખબર નહોતી.આ સાથે નોરાએ કહ્યું કે મારું જેક્લીન સાથે કોઈ કનેક્શન નથી.

EOWએ નોરા ફતેહીની 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. શુક્રવારે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મંદિર માર્ગ પર આર્થિક ગુના વિંગમાં હાજર હતી.તેણે પોતાનું નિવેદન નોંધ્યું હતું. જો જરૂર પડશે તો નોરાને ફરીથી પૂછપરછ માટે બોલાવી શકાશે.

EDએ સુકેશ અને નોરા ફતેહીને આમને-સામને બેસાડીને ED દ્વારા મની લોન્ડરિંગના એંગલથી પૂછપરછ કરવામાં આવી હતી. EDએ નોરાને પોતાનો પરિચય આપવા કહ્યું હતું. જવાબમાં નોરાએ કહ્યું હતું કે, મારું નામ નોરા ફતેહી છે.

સુકેશ ચંદ્રશેખરનો જવાબ હતો, મારું નામ સુકેશ છે. EDએ પૂછ્યું હતું કે, શું તમે ક્યારેય એકબીજાને મળ્યાં કે વાત કરી છે. આ સવાલ પર નોરાનો જવાબ ‘ના’ હતો, જ્યારે સુકેશનો જવાબ ‘હા’ હતો.

આ બાદ EDએ બંનેને પ્રશ્ન પૂછ્યો હતો, શું તમે 21 ડિસેમ્બર, 2020 પહેલાં ક્યારેય એકબીજા સાથે વાત કરી છે. નોરાએ ના કહ્યું. સુકેશે કહ્યું, ‘મેં ઇવેન્ટના બે અઠવાડિયા પહેલાં વાત કરી હતી.’ EDએ બાદમાં નોરાને સવાલ કર્યો હતો કે, શું સુકેશે નોરાને કે તેના ફેમિલી ફ્રેન્ડ બોબીખાનને BMW કાર ગિફ્ટ કરી હતી?

EDએ નોરાને પૂછ્યું હતું કે, શું તમારી વચ્ચે મોંઘી ગિફ્ટની લેવડ-દેવડ થઈ છે. નોરાનો જવાબ હતો, ‘ના, એવું ક્યારેય નહોતું થયું. હકીકતમાં હું Els કોર્પોરેશનના એક કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ગઈ હતી જ્યાં મને મારી કંપની તરફથી બધાની સામે ભેટ તરીકે એક Gucci બેગ અને iPhone 12 મળ્યો હતો.

તો બીજી તરફ સુકેશનો જવાબ હતો. ‘મેં નોરાને 4 બેગ અને કેટલાક પૈસા દીપક રામનાની દ્વારા આપ્યા હતા. પ્લેડિયમ મોલમાંથી લેવામાં આવેલી આ બેગ્સ નોરાને પણ પસંદ પડી હતી. તે બેગ નોરાના સ્ટાફે સાંજે મુંબઈના આ મોલમાંથી લીધી હતી.

ED એ વધુ સવાલ કરતા કહ્યું હતું કે, શું તમે 21મી ડિસેમ્બર 2020 પછી સુકેશના સંપર્કમાં હતા? નોરાએ કહ્યું, ‘ના, જ્યારે તે સતત બોબી સાથે સંપર્કમાં હતી અને ભવિષ્યમાં બોબી સાથે અન્ય પ્રોજેક્ટ્સ અંગે સુકેશ ચર્ચા કરતો હતો.’

આ સવાલના જવાબમાં સુકેશે કહ્યું હતું કે,’હા, ઇવેન્ટ પછી મેં 4-5 દિવસ સુધી નોરા સાથે વાત કરી હતી.’ ફેબ્રુઆરી 2021 મેં નોરા પાસેથી પૂછપરછ કરી અને પૂછ્યું કે તે કારનો ઉપયોગ કેમ નથી કરતી. બાદમાં સુકેશને બોબી દ્વારા આ માહિતી મળે છે, કાર સર્વિસમાં આપવામાં આવી છે.’

આ બાદ ઈડીનો સવાલ હતો કે,તમે લોકો એકબીજા સાથે કયા સોશિયલ મીડિયા માધ્યમથી વાત કરતા હતા? આ સવાલના જવાબમાં નોરાએ જવાબ આપ્યો હતો કે, ‘અમે ફ્કત વ્હોટ્સએપ પર જ વાત કરી હતી’ તો સુકેશે જવાબ આપ્યો હતો કે, સિગ્નલ અને વ્હોટ્સએપ પર વાત કરી હતી

EDએ નોરાને પૂછ્યું કે સુકેશે મળવા માટે શું કહ્યું હતું? નોરાએ જવાબ આપ્યો, સુકેશે પોતાને શેખર તરીકે દર્શાવ્યો અને મારી સાથે વાત કરી અને એલએસ કોર્પોરેશનને કહ્યું હતું. સુકેશનો જવાબ હતો – માત્ર શેખર.

નોરાએ કબૂલી હતી ગિફ્ટની વાત
કાર ગિફ્ટ અંગે 200 કરોડની મની લોન્ડરિંગના કેસમાં EDની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહી અને જેક્લીન ફર્નાન્ડિસને લક્ઝરી કાર સહિત ઘણી મોંઘી ગિફ્ટ્સ આપી હતી.14 ઓક્ટોબરે નોરા અને સુકેશની સામસામે પૂછપરછ કરવામાં આવી હતી.આ દરમિયાન નોરાએ પોતે 1 કરોડથી વધુની કિંમતની લક્ઝુરિયસ કાર ગિફ્ટમાં લીધી હોવાનું કબૂલ્યું હતું.

દિલ્હી પોલીસ 12 સપ્ટેમ્બરે પૂછપરછ કરશે,
EDએ જેક્લીનને પણ આ કેસમાં આરોપી બનાવી છે. દિલ્હીની પટિયાલા કોર્ટે બુધવારે આ મામલે સુનાવણી કરી હતી.આ પછી અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝને સમન્સ પાઠવીને 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે 12 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસ અભિનેત્રીની પણ પૂછપરછ કરશે.

200 કરોડ ખંડણીનો કેસ શું છે?
તિહાડ જેલમાં જ કેદ સુકેશે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર કઢાવવાની લાલચ આપી. એના માટે તેમની પત્ની સાથે 200 કરોડથી વધુની ઠગાઈ કરી. તે ખુદને ક્યારેક PM ઓફિસ અને ક્યારેક ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલો અધિકારી ગણાવતો. તેની આ છેતરપિંડીમાં તિહાડ જેલના અનેક અધિકારીઓ પણ સામેલ હતા.

સુકેશ આ તમામને મોટી રકમ આપતો હતો. એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુકેશ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. આ કેસમાં સુકેશની પત્ની લીના પૉલ પણ આરોપી છે. તેમના પર આરોપ છે કે તેણે રકમની હેરફેર ચેન્નઈની એક કંપની દ્વારા કરાવી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *