પુજ્ય શ્રી હરીપ્રકાશદાસ સ્વામીજી પધાર્યા નીતિન જાની ના ઘરે… જાનીદાદા વ્રુદ્ધાશ્રમ ની ભુમી મા પાવન પગલા પાડ્યા…

પુજ્ય શ્રી હરીપ્રકાશદાસ સ્વામીજી પધાર્યા નીતિન જાની ના ઘરે… જાનીદાદા વ્રુદ્ધાશ્રમ ની ભુમી મા પાવન પગલા પાડ્યા…

ગુજરાતના પ્રખ્યાત કોમેડિયન ખજૂરભાઈ એટલે કે નીતિન જાની યુટ્યુબ પર બધાને હસાવવાની સાથે સાથે વૃદ્ધો, વડીલો અને ગાયોની પણ સેવા કરે છે આજે ગુજરાત માં નીતિન જાની ને કોઈ ઓળખતું ના હોય તેવું ભાગ્યે જ બની શકે નાની ઉમર માં ખુબ મોટા મોટા કામ કરી ને નીતિન જાની આજે લોક પ્રિય ચેહરો બની ગયો છે

હાલ માં જ નીતિન જાની ના ઘરે પુજ્ય શ્રી હરીપ્રકાશદાસ સ્વામી, શ્રી કોઠારી સ્વામી, અને નવસારી જીલ્લા ના SP વાઘેલા સાહેબ પધાર્યા હતા અને નીતિન જાની દ્વારા તૈયાર થતા જાનીદાદા આશ્રમ માં સ્વામીજી એ આશીર્વાદ રૂપી પગલાં પાડ્યા હતા જેની તસવીરો અને વિડિઓ હાલ માં સોશિઅલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે

મહુવાના રાણત ગામે જાનીદાદાના નામથી ગૌશાળા અને વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કર્યું હતું. આ વૃધ્ધાશ્રમ અને ગૌશાળા આશરે 5 કરોડના ખર્ચે 3 વીઘા જમીન પર નિર્માણ પામશે. જે તેમના પિતાજી પ્રતાયરાય અંબાશંકર જાનીની યાદમાં બનાવેલા જાનીદાદા ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ ચાલશે.

આ વૃદ્ધાશ્રમમાં 60 જેટલા રૂમ હશે, જ્યાં 500 જેટલા વૃદ્ધો સમાઈ શકશે. અહી મંદિર, યજ્ઞ શાળા, વોકિંગ ટ્રેક સહિતની સુવિધા વૃધ્ધો માટે ઉપલબ્ઘ કરાવાશે અને ગૌશાળામાં 100 ગાયોની સંભાળ રાખવામાં આવશે.

ખજૂરભાઈ ની ઓળખ એક માત્ર યુટયૂબર તરીકેની જ હતી. જોકે, કોરોના કાળમાં નાના વેપારીઓની ખરાબ હાલત જોઈને તેમને સેવા કરવાની પ્રેરણા મળી હતી. અને પછી સેવાનો અવિરત પ્રવાહ ચાલુ રાખ્યો હતો. તાઉ-તે વાવાઝોડું આવ્યું એ સૌરાષ્ટ્રવાસીઓ માટે પડ્યા પર પાટુ સમાન હતું.

જોકે આ સમયે પણ નીતિનભાઈ એ સેવા કરવામાં પાછું વાળીને જોયું નથી. કોઈ પણ સેવા કરવા માટે તેઓ તાત્કાલિક પોતાની ટીમ સાથે પહોંચી જાય છે. વાવાઝોડા ના ખરાબ સમય માં તેઓએ ગરીબ લોકોને 200 થી વધુ ઘર બનાવી આપ્યા હતા અને એક સમાજસેવક તરીકે ઊભરી આવ્યા હતા. આ સેવાકારીને લોકો એ ગુજરાતના સોનું સુદ તરીકે પણ બિરદાવ્યા હતા.

યુવાનો ના આદર્શ એવા નીતિન જાની ખજુરભાઈ હાલ માં જ સગાઇ ના બંધન માં બંધાયા હતા અને તેમના હમસફર મીનાક્ષી દવે છે મીનાક્ષી દવે અમેરલી જિલ્લાના દોલતી ગામના વતની છે. તેમના પિતા સિંચાઇ ખાતમાં નોકરી કરે છે, જ્યારે તેમની માતા હાઉસ વાઈફ છે. આ ઉપરાંત મીનાક્ષી દવેને 3 મોટી બહેનો છે અને 1 ભાઇ પણ છે

મીનાક્ષીએ ફાર્મસીમાં બેચરલ કરેલું છે. તેઓ ચોથા ધોરણથી હોસ્ટેલમાં રહ્યા હતા. મીનાક્ષી હોસ્ટેલમાં રહેવાનું પસંદ ન હતું, પરંતુ ધીમે ધીમે તેઓ હોસ્ટેલ લાઇફમાં સેટ થતા ગયા. હાલમાં તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને અમદાવાદમાં નોકરી કરે છે. મીનાક્ષી પોતાની જાતને નસીબદાર માને છે કે, તેમના લગ્ન નીતિન જાની સાથે નક્કી થયા છે.

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *