Nita Ambani : યુએસઆઇએસપીએફ ગ્લોબલ લીડરશિપ અવૉર્ડથી નીતા અંબાણીનું સન્માન,અને નીતા અંબાણી એ લીધું મહિલાઓને સશક્ત અને શિક્ષિત બનાવવાનું લક્ષ્ય.
ભારત-અમેરિકા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમે દિલ્હીમાં ગ્લોબલ લીડરશીપ એવોર્ડ સમારોહનું આયોજન કર્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન Nita Ambaniને આ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ગ્લોબલ લીડરશીપ એવોર્ડ મળ્યા બાદ Nita Ambaniએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, હું આ ઍવોર્ડ મેળવ્યા બાદ ખૂબ જ સન્માનિત અને ગર્વ અનુભવું છું. રિલાયન્સ ફાઉન્ડેશનના રૂપે અમે ભારતના 75 મિલિયન લોકો સુધી પહોંચ્યા છીએ. મારા હૃદયની સૌથી નજીકની બાબત એ છે કે, મહિલાઓને સશક્ત બનાવી અને તેને શિક્ષણ પૂરું પાડવું.
મહિલા સશક્તિકરણની વાત મારા હૃદયની સૌથી નજીક : Nita Ambani
Nita Ambaniએ વધુમાં કહ્યું કે, મારા હૃદયની સૌથી નજીકની બાબત એ છે કે, મહિલાઓને સશક્ત બનાવી અને તેને શિક્ષણ પૂરું પાડવું. દેશમાં બાળકો માટે જરૂરી શિક્ષણ વ્યવસ્થા અને રમતગમતની સુવિધાઓ હોવી જોઈએ.
આ પણ વાંચો : accident : ગારીયાધાર નજીક ગમખ્વાર અકસ્માત,કપાસ ભરેલી ટ્રક પલટી જતાં ત્રણ શ્રમિકોના મોત, ચાર મજુરોને ઈજા…
દરેક બાળકને રમવા અને શીખવાનો અધિકાર છે. ઓલમ્પિકમાં ફરી ક્રિકેટનો સમાવેશ કરવાની બાબતનો પણ ઉલેખ્ખ કરતા કહ્યું કે, 40 વર્ષના લાંબા સમયગાળા બાદ ઓલમ્પિક મુવમેન્ટ આપણે ભારતમાં લાવ્યા અને IOCએ ક્રિકેટને ફરી ઓલમ્પિકમાં સમાવેશ કર્યો છે.
View this post on Instagram
ઓલમ્પિકમાં 128 વર્ષ પછી ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેવી રીતે ભારત ક્રિકેટને અમેરિકા સુધી લઈ ગયું છે તેવી રીતે બાસ્કેટબોલ ભારત આવી શકે છે. રમતોનું આદાન-પ્રદાન સપનાઓ અને દોસ્તીનું આદાન-પ્રદાન કરે છે.
more article : Nita Ambaniએ ઓલિમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બાચનું તેમના ઘરે ભવ્ય સ્વાગત કર્યું, જોઇને લોકો એ કહ્યું…