નીતા અંબાણી કરતા હતા 800 રૂપિયામાં ટીચરની નોકરી, મુકેશ અંબાણી સાથે લગ્ન પહેલા મૂકી હતી આ શર્ત
મહિને 800 રૂપિયા કમાતી હતી નીતા અંબાણી, લગ્ન પહેલા મૂકી હતી શર્ત, જાણો વિગત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના લગ્નને 36 વર્ષ પૂરા થઇ ગયા છે. કપલે 8 માર્ચ 1985ના રોજ લગ્ન કર્યા હતા.
જેઠ-જેઠાણીના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે નીતા અંબાણીની દેરાણી અને અંબાણી પરિવારની નાની વહુ ટીના અંબાણીએ બંનેને શુભકામના પાઠવી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર કપલ સાથે તસવીર શેર કરી હતી
આ તસવીર શેર કરતા ટીના અંબાણીએ લખ્યુ હતુ કે, અમે એક એવા કપલની પ્રશંસા કરીએ છીએ જે એકબીજાથી પૂરક છે. જયાં તમે દાદા-દાદીના આ અદ્ભૂત નવા ચેપ્ટરનો આનંદ લઇ રહ્યા છો ત્યાં અમે તમારા જીવનના સ્વાસ્થ્ય, ખુશી અને એકસાથે રહેવાની કામના કરીએ છીએ. લગ્નની વર્ષગાંઠની શુભકામના નીતા અને મુકેશ અંબાણી…
ભારતના સૌથી અમીર વ્યક્તિ અને બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણી ઘણીવાર ચર્ચામાં રહે છે. તે તેમના સ્ટાઇલ સ્ટેટમેંટથી લઇને તેમના શોખ સુધી ચર્ચામાં રહે છે.
ફેશન અને ગ્લેમરની દુનિયાથી દૂર નીતા અંબાણી રોજની જરૂરતને પૂરી કરવા માટે 800 રૂપિયામાં નોકરી કરતા હતા. તેઓ ભરતનાટ્યમમાં પણ પારંગત છે. મુકેશ અંબાણીના લગ્ન પાછળ પણ આ જ હુનર છે.
મીડિયા રીપોર્ટ અનુસાર, એકવાર બિરલા પરિવારના કાર્યક્રમમાં નીતા અંબાણી એક ભરતનાટ્યમ ડાંસર તરીકે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં ધીરૂભાઇ અંબાણી અને કોકિલાબેન પણ સામેલ હતા. નીતા અંબાણીના ડાંસથી તેઓ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. તેમણે મનમાંને મનમાં નીતાને તેમની વહુ બનાવવાનો નિર્ણય કરી લીધો હતો.
ધીરૂભાઇએ બીજા દિવસે આયોજકો પાસેથી નીતાનો નંબર લઇ તેમના ઘરે ફોન કર્યો હતો. પહેલા તો નીતાને વિશ્વાસ ન થયો કે ફોન પર ધીરૂભાઇ અંબાણી છે. પરંતુ પિતાના કહેવા પર નીતાએ તેમના સાથે વાત કરી. ધીરૂભાઇએ નીતાને કહ્યુ કે, હું તમને મારી ઓફિસ આવવા નિમંત્રણ આપુ છું અને તે બાદમાં તેમણે ફોન મૂકી દીધો.
ધીરૂભાઇએ નીતા જયારે ઓફિસ આવ્યા ત્યારે પૂછ્યુ, તમે શુ કરો છો ? આ પર નીતાએ કહ્યુ કેે, હું અભ્યાસ કરુ છું. તે બાદ તેમણે બીજો સવાલ કર્યો કે, તેમનેે શેમાં રસ છે ? તો તના જવાબમાં નીતાએ કહ્યુ, તેમને ડાંસિંગ અને સ્વિમિંગમાં રસ છે.
ધીરૂભાઇના કહેવા પર જયારે નીતા મુકેશ અંબાણીને પહેલી વાર મળવા પહોંચ્યા તો આ દરમિયાન તે વિશ્વાસ કરી શક્તા ન હતા કે તે આટલા મોટા વ્યક્તિની સામે ઊભા છે.
નીતા અને મુકેશ જયારે સાંજે મુંબઇના પેડર રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમની ગાડી સિગ્નલ પર ઊભી હતી અને ત્યારે મુકેશ અંબાણીએ નીતાને ફિલ્મી અંદાજમાં પૂછ્યુ હતુ કે, શું તે તેમના સાથે લગ્ન કરશે ? આ પર નીતા શરમાઇ ગયા અને તેમણે ગાડી આગળ ચલાવવાનું કહ્યુ.
પરંતુ મુકેશે કહ્યુ કે, જયા સુધી તે જવાબ નહિ આપે ત્યાં સુધી તે ગાડી આગળ નહિ ચલાવે. ત્યાં સિગ્નલ ખુલી ગયુ હતું અને તેમની ગાડી પાછળ ઘણી ગાડીઓ ઊભી હતી. તે બાદ નીતાએ મુકેશનના પ્રપોઝલને સ્વીકાર્યુ. તે બાદ નીતા અને મુકેશ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ગયા.
ઘણા વર્ષો પહેલા નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, તેમણે મુકેશ અંબાણી સામે શર્ત મૂકી હતી કે જો તે લગ્ન બાદ સ્કૂલમાં ભણાવવાની હા પાડે તો તે લગ્ન માટે હા પાડશે. મુકેશ અંબાણીએ નીતાની વાતમાં હા કહી અને અમીર ખાનદાનની વહુ હોવા છત્તાં તેણે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાનું ચાલુ રાખ્યુ.
તમને જણાવી દઇએ કે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના 3 બાળકો છે. 2 દીકરા આકાશ અને અનંત અંબાણી તેમજ એક દીકરી ઇશા અંબાણી.. આકાશ અને ઇશા અંબાણીના લગ્ન થઇ ચૂક્યા છે