Nita Ambani : નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલનું ઉદ્ઘાટન, શિક્ષણની નવી પદ્ધતિઓ પર રહેશે ભાર, દુનિયાભરના શિક્ષકો જોડાશે..
મુંબઈમાં નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલની શરુઆત થઈ છે. આ પ્રસંગે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (DAIS) ના ચેરપર્સન Nita Ambani અને વાઈસ ચેરપર્સન ઈશા અંબાણી સહિત અનેક મહાનુભાવો હાજર હતા. નોંધનીય છે કે 1 નવેમ્બરે નીતા અંબાણીનો જન્મદિવસ પણ હતો.
બુધવારે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્કૂલ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ સાથે જોડાયેલ છે.
નવા જમાનાની આ શાળામાં, શિક્ષણની નવી પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત પર ભાર મૂકવામાં આવશે. તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના 2003માં થઈ હતી, જેના ફાઉન્ડર અને ચેરપર્સન Nita Ambani છે.
શાળા દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (DIAS)ના સ્થાપક અને અધ્યક્ષ Nita Ambaniએ તેમના અસાધારણ જુસ્સા અને પ્રતિબદ્ધતા સાથે DIASને વિશ્વની ટોચની શાળાઓની યાદીમાં સ્થાન આપ્યું છે. નિવેદન અનુસાર, આજે DIAS ભારતની નંબર-1 આંતરરાષ્ટ્રીય શાળા છે અને વિશ્વની ટોચની 20 IB શાળાઓમાંની એક છે.
ચેરપર્સન Nita Ambaniએ શું કહ્યું? –
DIAS ચેરપર્સન Nita Ambaniએ જણાવ્યું હતું કે, “અમે હંમેશા DIAS ને એક આનંદ શાળા બનાવવા માગીએ છીએ જ્યાં શીખવવું આનંદદાયક હોય અને શીખવું પણ આનંદદાયક હોય. આજે, જ્યારે આપણે પાછળ નજર કરીએ છીએ, ત્યારે આપણે જોઈએ છીએ કે છેલ્લા 20 વર્ષોમાં આપણે હજારો બાળકો અને તેમના પરિવારોના જીવનમાં સુખદ પરિવર્તન લાવ્યા છીએ.
આ પણ વાંચો : Bhavnagarમા માનવતા મરી પરવડી હોય તેમ જંગલ વિસ્તારમાંથી ત્યજી દીધેલ નવજાત બાળકી મળી આવી હતી..
આપણે કૃતજ્ઞતાના ભાવ સાથે એવા ભવિષ્ય તરફ આશાવાદ સાથે જોઈએ છીએ જેમાં આગામી પેઢી લીડ કરશે. હું શિક્ષણનું આ નવું મંદિર – નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલ (NMAJS) – મુંબઈ અને સમગ્ર દેશને સોંપવામાં ગૌરવ અનુભવું છું.”
ઈશા અંબાણીએ શું કહ્યું? – ભવિષ્યની આ સ્કૂલને ડગલે અને પગલે પ્રોત્સાહન આપતાં અને વિઝન સાથે લઈને ચાલતા NMAJSના વાઇસ-ચેરપર્સન ઈશા અંબાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “મારા આદર્શ, મારી માતાએ ભારતીય માનસિકતા, ભારતીય હૃદય અને ભારતીય પ્રાણ સાથે આંતરરાષ્ટ્રીય શાળા DIAS ની સ્થાપના કરી અને તેમણે ભારતમાં શિક્ષણનો ચહેરો અકલ્પનીય રીતે બદલી નાખ્યો.
21મી સદીના બાળકોને સશક્ત બનાવવાના સર્વોચ્ચ ધ્યેય સાથે અમે DIAS ના મુખ્ય સિદ્ધાંતો અને અનન્ય શક્તિઓ પર NMAJS ની સ્થાપના કરી છે. ”
પૂજાથી શરૂઆત:
શાળાના ઉદ્ઘાટન પહેલા વાસ્તુ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંબાણી પરિવાર, તેમના મિત્રો, શુભેચ્છકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. શાળાના કેમ્પસની ડિઝાઈન વિશ્વ વિખ્યાત આર્કિટેક્ટ પર્કિન્સ એન્ડ વિલ દ્વારા કરવામાં આવી છે. જ્યારે તેનું બાંધકામ લેઈટન દ્વારા કરવામાં આવ્યું છે. શાળામાં IB પ્રાઈમરી યર પ્રોગ્રામ અને મિડલ યર પ્રોગ્રામ ભણતર માટે ઉપલબ્દ રહેશે. સ્કૂલમાં શિક્ષકો તરીકે વિશ્વભરમાંથી ટીર્સરને બોલાવવામાં આવ્યા છે.
more article : Nita Ambani : 60 વર્ષની ઉંમરે પણ Nita Ambani પોતાને આ રીતે રાખે છે ફિટ, આ છે તેમની દિનચર્યા