નીતા અંબાણીની પાર્ટીમાં આવો હતો નજારો, ચાંદીની થાળીમાં મહેમાનોને પીરસવામાં આવ્યા આટલા વ્યંજન, જુઓ અંબાણીની થાળીનાં ફોટા
અંબાણી પરિવાર અવારનવાર ચર્ચામાં રહેતો હોય છે. સામાન્ય રીતે તો અંબાણી પરિવારની લક્ઝરી લાઇફ સ્ટાઇલ નું સપનું દરેક વ્યક્તિ જુએ છે, પરંતુ તેને પુર્ણ કરવુ દરેક વ્યક્તિના હાથની વાત હોતી નથી. સમય-સમય પર અંબાણી પરિવારમાં થતા પારિવારિક કાર્યક્રમોમાં તેમની અમીરીનો આવો નમુનો જોવા મળે છે, જે દરેક વ્યક્તિનું ધ્યાન તેમની તરફ આકર્ષિત કરે છે. હાલમાં જ અંબાણી પરિવાર દ્વારા આયોજિત પાર્ટીનો એક ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલ છે.
એશિયાનાં સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને આજે કોઈ ઓળખ ની જરૂરિયાત નથી. નીતા અંબાણી પોતાના મોંઘા અને લક્ઝરી શોખ સિવાય પોતાના સામાજીક કાર્યોને લીધે પણ હંમેશા લાઈમલાઈટમાં રહે છે. તેની વચ્ચે નીતા અંબાણી હાલનાં દિવસોમાં પોતાના કલ્ચર સેન્ટરને કારણે પણ હેડલાઇન્સ માં છવાયેલા છે.
નીતા અંબાણી એ હાલમાં જ પોતાના કલ્ચર સેન્ટરની શરૂઆત કરી છે. તેની ખુશીમાં તેમણે એક ખુબ જ શાનદાર ઇવેન્ટનું પણ આયોજન કર્યું હતું. શુક્રવાર અને શનિવારનાં રોજ આયોજન થયેલ, આ ખાસ ઇવેન્ટમાં દેશ અને વિદેશની ઘણી મોટી મોટી સેલિબ્રિટીઓએ હાજરી આપેલી હતી.
નીતા અંબાણી દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન, સલમાન ખાન, ઐશ્વર્યા રાય અને પ્રિયંકા ચોપડા સિવાય હોલીવુડ માંથી જીજી હદીદ, ટોમ હોલેન્ડ અને જેંડેયા જેવા સેલિબ્રિટી પહોંચેલા હતા.
આ ખુબ જ ખાસ પાર્ટીના ફોટા હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી છવાયેલા જોવા મળી રહ્યા છે. જેમાં બોલીવુડ સ્ટાર્સ ખુબ જ મસ્તીનાં મુડમાં નજર આવી રહ્યા છે. આ બધાની વચ્ચે લોકો અવારનવાર પુછતા હોય છે કે સેલિબ્રિટી પાર્ટીમાં શું ભોજન પીરસવામાં આવે છે? પરંતુ હવે આ વાતનો ખુલાસો પણ થઈ ગયો છે. હકીકતમાં નીતા અંબાણી ની પાર્ટીનાં અમુક ફોટો સામે આવેલા છે, જેમાં ભોજન ની થાળી નજર આવી રહી છે.
સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યો છે, તેમાં ઘણા પ્રકારના વ્યંજન નજર આવી રહ્યા છે. થાળીમાં દાલ મખની, પાલક પનીર, ગુંજીયા, રોટી, દાળ, કઢી, હલવો, સ્વીટ ડીશ, પાપડ અને લાડુ વગેરે જેવી ઘણી રેસીપી જોઈ શકાય છે. થાળીમાં એક ગ્લાસ વાઇન પણ જોવા મળી રહી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે નીતા અંબાણીની પાર્ટીની જે થાળી વાયરલ થઈ રહી છે, તે અભિનેતા સંજય કપુરની પત્ની મહિપ કપુરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલ છે. જણાવી દઈએ કે આ શાનદાર પાર્ટીમાં પોતાની મિત્ર ભાવના પાંડે (અનન્યા પાંડેની માં) અને અભિનેત્રી નીલમ કોઠારી સાથે નજર આવી હતી.