મિનિટોમાં કરોડો કમાતા નીતા અંબાણી પોતાના કામથી આવ્યા મરીન ડ્રાઈવ પર! સાદગી જોઈ ચોંકી ઉઠશો, જુઓ તસવીરો…
કામથી એક દિવસની છુટ્ટી પર મુંબઇના મરીન ડ્રાઇવ પહોંચ્યા નીતા અંબાણી તો સાદગી જોઇ લોકો પણ ચોંકી ઉઠ્યાદેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની અને લીડિંગ બિઝનેસ વુમન નીતા અંબાણી અવાર નવાર તેમની લાઇફસ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે.
બધા તેમની સાદગીની ઘણી પ્રશંશા કરે છે. તેમની કેટલીક ના જોઇ હોય તેવી તસવીરો સામે આવી છે, જેમાં તેઓ મુંબઇના મરીન ડ્રાઇવ પર કિંમતી સમય વિતાવતા જોવા મળી રહ્યા છે.
આ તસવીરોમાં નીતા અંબાણીનો સાદગી ભરેલો લુક જોઇ બધા તેમના વખાણ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, આ તસવીરો 2005ની છે, જ્યારે નીતા અંબાણી મરીન ડ્રાઇવ પર સમય વીતાવવા પહોંચ્યા હતા. નીતા અંબાણીની લાઇફસ્ટાઇલને લોકો ખૂબ જ પસંદ કરે છે અને તેને ફોલો પણ કરવા માગે છે. નીતા અંબાણી ભલે સોશિયલ મીડિયાથી દૂર રહે છે,
પણ સોશિયલ મીડિયા પર તેમની તસવીરો અવાર નવાર વાયરલ થતી રહે છે. નીતા અંબાણીની લગ્ઝરી લાઇફસ્ટાઇલ વિશે બધા જાણે છે. ખાસ વાત એ છે કે નીતા અંબાણી લાખો મહિલાઓ માટે પ્રેરણા છે. ઉલ્લેખનીય છે કે, દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં શામેલ ભારતના બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને કોઇ ઓળખની જરૂર નથી.
પર્સનલ હોય કે પ્રોફેશનલ લાઇફ તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેમણે 1984માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા. નીતા અંબાણીને બાળપણથી જ ક્લાસિકલ ડાંસનો શોખ રહ્યો છે. તેમની માતા ઇચ્છતી હતી કે તે ચાર્ટર્ડ એકાઉન્ટ બને,
પણ નીતા અંબાણીના ડાંસના શોખને જોતા માતાએ 8 વર્ષની ઉંમરમાં જ તેમને ભરતનાટ્યમ શીખવવાનું શરૂ કરાવી દીધુ હતુ. મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા બાદ નીતા અંબાણીને હાઉસ વાઇફ બનવું ઠીક ન લાગ્યુ. આજના સમયમાં તેમનું નામ સૌથી સ્ટ્રોંગ લેડીના રૂપમાં લેવામાં આવે છે.