Nita Ambani : ગુજરાતના એક નાનકડા ગામમાં અચાનક આવી ચઢ્યા નીતા અંબાણી,અનંત અંબાણીએ કર્મચારીના દીકરાના લગ્નમાં હાજરી આપી….
Nita Ambani : જામનગર જિલ્લાના લાલપુર બાંધણી કેન્દ્રમાં સોમવારા રાતે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી આવી પહોંચ્યા હતા. ગુજરાતી સાડીમાં તેઓ જાજરમાન લાગતા હતા. નીતા અંબાણીએ પૂછ્યું, કેમ છો બધા? તો બીજી તરફ, દીકરા અનંત અંબાણીએ એક કર્મચારીના દીકરાના લગ્નપ્રસંગમાં હાજરી આપી હતી.
મહીપતસિંગ જાડેજાના પુત્રના લગ્નમાં અનંત અંબાણીએ હાજરી
લાલપુર તાલુકાના મૂળ ડબાસંગ ગામના વતની મહીપતસિંગ જાડેજાના પુત્રના લગ્નમાં અનંત અંબાણીએ હાજરી આપી હતી. શેઠના પુત્રએ લગ્નમાં હાજરી આપતા તેમના વર્ષો જૂના વફાદાર અને નિષ્ઠાવાન મહીપતસિંહ જાડેજા ખુશખુશાલ થઈ ગયા હતા.
જામનગર જિલ્લાના લાલપુરની ટૂંકી મુલાકાત લેતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી સોમવારે મોડી સાંજે નાનકડા લાલપુર ગામના મહેમાન બન્યા હતા. તો બીજી તરફ, અનંત અંબાણીએ ડબાસંગ ગામના વતની અને કર્મચારી મહીપતસિંહ જાડેજાના પુત્રના લગ્નમાં હાજરી આપી હતી.
જામનગરના લાલપુરમાં ચાલતા બાંધણી કેન્દ્રની સરપ્રાઈઝ મુલાકાત કરી, મહિલા કારીગરો પાસેથી બાંધણી મેકિંગની માહિતી મેળવી હતી.
નીતા અંબાણી એ શહેરના ચાર થાંભલા વિસ્તારમાં આવેલા બાંધણી કેન્દ્રની ટૂંકી મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ કેન્દ્ર વિશે માહિતી લીધી હતી.
નીતા અંબાણી એ અહીં કામ કરતી સખી મંડળની બહેનો સાથે વાતચીત કરી તમામના ખબર અંતર પૂછ્યા હતા. સાથે વિશ્વ વિખ્યાત બાંધણી કઈ રીતે બને તેની માહિતી પણ મહિલા કારીગરો પાસેથી મેળવી હતી. સખી મંડળની બહેનોને નીતા અંબાણી કહ્યું- કેમ છો બધા? નીતા અંબાણી પ્રથમ વખત પધારતા હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
more article : BAPS Hindu Mandir : PM મોદી આજથી બે દિવસ UAEના પ્રવાસે, કરશે પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન, જાણો શેડ્યૂલ…