પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં માસ્ક પહેરવું ફરજીયાત
અમદાવાદના ઓગણજ ખાતે BAPS દ્વારા આયોજિત પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કોરોનાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
જે અંતર્ગત પ્રમુખ સ્વામી મહારાજ નગરની મુલાકાત લેનાર તમામ લોકોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે. આ સાથે જ કોવીડ પ્રોટોકોલનું પાલન પણ કરવું પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં ફરી એક વખત કોરોના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. જેને લઈને ભારત સરકાર અને ગુજરાત સરકાર સતર્ક બની છે. અને કોરોના મહામારી ફરી વખત હાવી ન બને તે માટેના પગલા ભર્યા છે.
ત્યારે અમદાવાદમાં આયોજિત પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન શરુ કરવામાં આવ્યું છે.
તમામ મુલાકાતીઓ માટે માસ્ક પહેરવું ફરજીયાત કરાયું છે. આ સાથે જ પ્રમુખ નગરીમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સૂચના આપવામાં આવી છે અને પ્રમુખ નગરીમાં કોઈ પણ સ્થળે ટોળું કે ભીડ એકઠી ન થાય તે માટે તાકીદ કરાઈ છે.