ઘર કરતાં પણ આલીશાન છે નીતા અંબાણીનું પ્રાઈવેટ જેટ, જુઓ અંદરના ફોટો

ઘર કરતાં પણ આલીશાન છે નીતા અંબાણીનું પ્રાઈવેટ જેટ, જુઓ અંદરના ફોટો

દુનિયાની સાથૌ અમીર મહિલાઓમાંથી એક અને એક પાવરફુલ બિઝનેસવુમન તરીકે જાણીતા નીતા અંબાણીને કોઈ પરિચયની જરૂર નથી. આખી દુનિયામાં તેમના ફેન્સ છે. સોશિયલ મીડિયામાં નીતા અંબાણીના લાખો ફોલોઅર્સ હાજર છે. લોકો તેનું અનુસરણ કરે છે અને તેમને એક પ્રેરણા સ્ત્રોત માને છે. નીતા અંબાણીનો પોતાનો અલગ જ અંદાજ છે. પોતાના અનોખા અંદાજને લીધે નીતા અંબાણી ઘણીવાર ચર્ચામાં પણ રહે છે.

નીતા અંબાણી ભારત જ નહીં પણ આખા એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની છે. આ ઉપરાંત તેમણે પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. લોકો તેમને પોતાના કાર્ય માટે ઓળખે છે. નીતા અંબાણી એક સફળ બિઝનેસવુમન હોવાની સાથે સાથે ખૂબ જ શોખીન પણ છે.

57 વર્ષીય નીતા અંબાણી પાસે ખૂબ જ મોંઘી અને કિંમતી વસ્તુ છે. આ કિંમતની વસ્તુમાંથી એક છે તે શાહી સવારી જેના પર નીતા અંબાણી સફર કરવાનું પસંદ કરે છે. આમ તો નીતા અબાણી BMW 760માં ફરે છે. જેની કિંમત 8 કરોડ રૂપિયા છે. પણ લાંબા સફર માટે તેમની પાસે એક પ્રાઇવેટ જેટ પણ છે. આ જેટ નીતા અંબાણીને મુકેશ અંબાણીએ ગિફ્ટ કર્યું હતું.

નીતાનું આ જેટ અંદરથી ખૂબ જ ભવ્ય છે. આ તેમને મુકેશ અંબાણીએ તેમના 44માં જન્મદિવસે વર્ષ 2007માં ગિફ્ટ આપ્યું હતું. મુકેશ અંબાણીએ નીતાને કસ્ટમ ફિટેડ એરબસ 319 લક્ઝરી પ્રાઇવેટ ડેટ ગિફ્ટમાં આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેની કિંમત 230 કરોડ રૂપિયા છે. આ જેટમાં 10થી 12 વ્યક્તિ એક સાથે સફર કરી શકે છે.

આ જેટની અંદર નીતાની સુખ સુવિધાઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આમાં એક મિટિંગ રૂમ પણ છે. ખાવા માટે એખ ડાઇનિંગ હોલ પણ છે. આ જગ્યા કોઈ ફાઇવ સ્ટાર હોટેલના ડાઇનિંગ હોલની જેમ આકર્ષક છે.

મનોરંજન માટે તેમાં એક ફ્લાઇટ સ્કાઇ પણ હાજર છે. નીતા અંબાણીના આરામનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ જેટમાં એક એટેચ બાથરૂમ સાથે માસ્ટર બેડરૂમ પણ હાજર છે. આ સાથે જ તેમાં ગેમિંગ, મ્યુઝિક અને સેટેલાઇટ સહિતની ઘણી સુવિધા ઉપલબ્ધ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *