ચીનમાં કોરોનાનો હાહાકાર: દવાઓ નથી તો સંતરાઓ ખરીદવા અફરા-તફરી સર્જાઈ

ચીનમાં કોરોનાનો હાહાકાર: દવાઓ નથી તો સંતરાઓ ખરીદવા અફરા-તફરી સર્જાઈ

ચીનમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે બોધપાઠ લઈને કેન્દ્ર સરકાર કોરોનાને લઈને એલર્ટ મોડ પર આવી ગઈ છે. ભારતમાં કોરોનાના નવા કેસોની એન્ટ્રી થવા લાગી છે. 24 કલાકની અંદર દેશમાં કોરોનાના 201 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ચીનમાં આ સમયે સ્થિતિ એવી છે કે જે લોકો વાયરસથી પીડિત છે તેઓ રસ્તા પર આવી ગયા છે.

શી જિનપિંગ સરકારની સરમુખત્યારશાહી વિરુદ્ધ બોલ્યા છે. અત્યાર સુધી ચીન કોરોનાના આંકડા દુનિયાથી છુપાવી રહ્યું હતુંપરંતુ હવે ખુદ ચીનના લોકો સોશિયલ મીડિયા પર કોરોના સામે લડી રહેલા ચીનનું સત્ય જણાવી રહ્યા છે.

હવે ચીનના લોકો કોરોનાથી ત્રાસીને પરેશાન ફરી રહ્યા છે એક બાજુ હોસ્પિટલો હાઉસફુલ છે તો બીજી તરફ લોકોને દવાઓ મેળવા વલખા મારવા પડ્યા છે. આ પરિસ્થિતિમાં હવે લોકો રોગપ્રતિકારક શક્તિ વધારતા ફળો લેવા માટે હંગામો મચાવી રહ્યા છે જેમાં લોકો વચ્ચે સંતારા ખરીદવા અફરા-તફરી સર્જાઈ છે. એક જગ્યાએ નારંગી માટે લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

‘કોરોના ડિટેન્શન સેન્ટર’માં કેદ લોકો

શાંઘાઈના હેલ્થ સેન્ટરનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેને તમે ‘કોરોના ડિટેન્શન સેન્ટર’ કહી શકો છો. અહીં કોરોના પોઝિટિવ દર્દીઓની અટકાયત કરવામાં આવી છે અને તેઓ અહીંની સ્થિતિ વિશે જોર જોરથી બૂમો પાડી રહ્યા છે. હકીકતમાં અહીં પથારીમાં પડેલો દર્દી ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે કે, હે ભગવાન મારે હજુ કેટલા દિવસ જીવવું પડશે.

કોરોનાની નવી લહેરે ચીનમાં હોબાળો મચાવ્યો છે. હોસ્પિટલોમાં જગ્યા નથી બેઈજિંગના સૌથી મોટા સ્મશાનગૃહમાં ચોવીસ કલાક અંતિમ સંસ્કાર ચાલુ છે. તે પછી પણ ઘણા કલાકો સુધી રાહ જોવી પડે છે. દાવા મુજબ ચીનમાં દરરોજ 10 લાખ કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે.

24 કલાકમાં લગભગ 5 હજાર મોત થઈ રહ્યા છે. જો આમ જ ચાલતું રહ્યું તો જાન્યુઆરીમાં દરરોજ કોરોનાના નવા કેસ 37 લાખ સુધી પહોંચી જશે. તે જ સમયે, માર્ચમાં આ આંકડો 42 લાખ થઈ જશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *