ચીનમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ: રસ્તા પર દોરડું બાંધી બોટલો ચઢાવી
ચીનમાં કોરોના વાયરસ ખતરનાક રીતે બેકાબૂ થઇ ગયો છે. તેની વરવી વાસ્તવિકતા જોઇ તમારા રૂંવાડા ઉભા થઇ જશે. બ્લૂમબર્ગે ચીનની નેશનલ હેલ્થ કમિશનના હવાલે કહ્યું કે મંગળવારે અહીં એક જ દિવસમાં 3 કરોડ 70 લાખ કેસ સામે આવ્યા હતા. જો કે સરકારી આંકડામાં હાલ માત્ર 3000 કેસ જ બતાવે છે. રિપોર્ટના મતે આ મહિનાની શરૂઆતના 20 દિવસમાં 24 કરોડ 80 લાખ લોકો સંક્રમિત થઇ ચૂકયા છે. ત્યારે ચીન અને ચાઇના કોમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખનાર હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ જેનિફર જેંગે એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે રસ્તા પર દોરડું બાંધીને લોકોને બોટલો ચઢાવામાં આવી રહી છે. આ બધું હોસ્પિટલમાં બેડની અછતના લીધે થઇ રહ્યું છે.
જાન્યુઆરીના અંત વચ્ચે કોરોના પીક પર હશે
દરમિયાન સરકારે કોરોના સંક્રમિત કેસોની દૈનિક સંખ્યા પ્રકાશિત કરવાનું બંધ કરી દીધું છે. ઓનલાઈન કીવર્ડ સર્ચના વિશ્લેષણના આધારે, ડેટા કન્સલ્ટન્સી મેટ્રોડેટાટેકના મુખ્ય અર્થશાસ્ત્રી ચેન કિને જણાવ્યું હતું કે ચીનના મોટાભાગના શહેરો ડિસેમ્બરના મધ્યથી અને જાન્યુઆરીના અંત વચ્ચે પીક પર રહેશે. તેમનું મોડેલ બતાવે છે કે શેનઝેન, શાંઘાઈ અને ચોંગકિંગ શહેરોમાં લાખો લોકો સંક્રમિત થયા છે.
કોરોના વાયરસે ચીનની મુશ્કેલીઓ વધારી, વાયરસે ફરી કોહરમ મચાવીકોરોના વાયરસે ચીનની મુશ્કેલીઓ વધારી, વાયરસે ફરી કોહરમ મચાવી
ચીનના વુહાનથી લીક થયો હતો કોરોના વાયરસ, યુએસ રિપોર્ટમાં ખુલાસાચીનના વુહાનથી લીક થયો હતો કોરોના વાયરસ, યુએસ રિપોર્ટમાં ખુલાસા
ચીનમાં 7 દિવસમાં પીક પર હશે કોરોના, જાણો ક્યાં પહોંચશે મોતનો આંકચીનમાં 7 દિવસમાં પીક પર હશે કોરોના, જાણો ક્યાં પહોંચશે મોતનો આંક
શી જિનપિંગ સમીક્ષા બેઠક યોજી શકે છે
ચીનના બેઈજિંગ, સિચુઆન, અનહુઈ, હુબેઈ, શાંઘાઈ અને હુનાનમાં હાલત ખરાબ થઈ રહી છે. સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પહેલીવાર શનિવાર (24 ડિસેમ્બર) અથવા રવિવારે (25 ડિસેમ્બર) કોવિડ સમીક્ષા બેઠક યોજી શકે છે.
ચીનમાં સંપૂર્ણ લોકડાઉન થઈ શકે છે
માનવામાં આવે છે કે આ બેઠક બાદ રાષ્ટ્રપતિ જિનપિંગ ચીનમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી શકે છે. નિષ્ણાતોએ બેઇજિંગમાં ચેપનો દર 50 થી 70 ટકા રહેવાની આગાહી કરી છે. શાંઘાઈમાં, આગામી સપ્તાહ સુધીમાં 25 મિલિયન લોકો કોવિડ પોઝિટિવ હોવાની અપેક્ષા છે.
ડેટા છુપાવવાનો આરોપ
જિનપિંગ સરકાર પર કોરોનાના આંકડા છુપાવવાનો આરોપ પણ લાગ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં કોરોનાને કારણે માત્ર 8 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માત્ર 20 ડિસેમ્બરે ચીનમાં 36 મિલિયન કેસ નોંધાયા હતા. તે જ સમયે, 19 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધીમાં, ચીનમાં મૃત્યુ પ્રમાણપત્ર માટે 11 લાખ લોકોએ ઓનલાઈન અરજી કરી છે. બેઇજિંગ અને શાંઘાઈમાં 60-60, જ્યારે ચેંગડુમાં 40 નવા કબ્રસ્તાન બનાવવામાં આવી રહ્યા છે.