ઝકરબર્ગે પોતાની જાતને મસ્ક કરતાં સારી કહી, કહ્યું- છટણીને સારી રીતે સંભાળી
ટ્વિટર અને ફેસબુકની પેરેન્ટ કંપની મેટા તેના કર્મચારીઓની છટણીને લઈને ચર્ચામાં છે. દુનિયાભરમાં કામ કરતી બંને કંપનીઓના કર્મચારીઓ પર તેની મોટી અસર પડી છે. આટલા મોટા પાયા પરની છટણી લોકોને વિચાર્યા વગરનું પગલું લાગે છે. ઘણા લોકોએ શેર કર્યું છે કે તેમને આ ચોંકાવનારા સમાચાર કેવી રીતે મળ્યા. કેટલાકે કહ્યું કે તેઓ મધ્યરાત્રિએ તેમની પ્રસૂતિ રજા પર હતા જ્યારે તેમને આ માહિતી મળી.
મસ્કે શું કહ્યું?
META ચીફ માર્ક ઝકરબર્ગનું માનવું છે કે તેમણે એલોન મસ્ક કરતા વધુ સારી રીતે પરિસ્થિતિને હેન્ડલ કરી છે. શુક્રવારે કંપનીની ટાઉનહોલ મીટિંગમાં, તેણે કહ્યું કે ”મસ્કની જેમ તેમનું છટણીનું અગાઉથી કોઇ પ્લાન નહોતું, જ્યારે મસ્કે ટ્વિટર ખરીદતા પહેલા જ છટણી અંગે વિચારી રાખ્યુ હતું. કંપનીના આર્થિક નુક્સાનમાં સતત વધારાને કારણે તેમણે ભારે હ્રદયે છટણીનો નિર્ણય લેવો પડ્યો હતો, હું દિલગીર પણ છું.”
મેટાએ આ સપ્તાહની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે 11,000 થી વધુ ફેસબુક કર્મચારીઓને છૂટા કરી રહી છે. આમાં WhatsApp, Instagram તેમજ કંપનીના metaverse પર ધ્યાન કેન્દ્રિત કરતી સંશોધન ટીમના લોકોનો સમાવેશ થાય છે. ઝકરબર્ગે છટણીને મેટાના ઈતિહાસમાં કરેલો સૌથી મુશ્કેલ ફેરફાર ગણાવ્યો.
ઝકરબર્ગે કંપનીના નિર્ણયોની જવાબદારી લીધી
ઝકરબર્ગે કંપનીના કર્મચારીઓને કહ્યું કે તેઓ આ નિર્ણયો અને તેઓ જે રીતે અહીં આવ્યા તેની જવાબદારી લે છે. તેમણે કહ્યું કે તેઓ જાણતા હતા કે આ બધા લોકો માટે મુશ્કેલ છે અને તેમણે ખાસ કરીને જેઓ પ્રભાવિત થયા છે તેમની માફી માંગી છે. નવેમ્બરમાં ટ્વિટરે તેના 50 ટકા સ્ટાફને બહારનો રસ્તો બતાવ્યો છે.
એકલા યુએસમાં જ ટેક કંપનીઓએ ઓક્ટોબરમાં 50 હજારથી વધુ કર્મચારીઓને છુટા કર્યા છે. ભારતીય કંપનીઓ બાયજુ, બ્લિંકિટ અને યુનાએકેડમી પણ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં પાછળ રહી નથી. ટેક કંપની ઇન્ટેલ, સોશિયલ મીડિયા કંપની મેટા, શોપાઇફ જેવી જાણીતી કંપનીઓ આ યાદીમાં સામેલ છે.