જોબ માર્કેટમાં હાહાકાર! ટ્વિટર, મેટા, માઈક્રોસોફ્ટ પછી હવે એમેઝોન: વધવા લાગ્યો છટણીનો સિલસિલો
દુનિયાની દિગ્ગજ કંપનીઓએ છટણી (Layoff)નો સિલસિલો રોકવાનું નામ નથી લઈ રહ્યો. માઈક્રોસોફ્ટ, ટ્વિટર અને ફેસબુક પછી હવે એમેઝોન (Amazon)એ પણ છટણી શરૂ કરી દીધી છે.
અમેરિકાની આ ટેકનોલોજી અને ઈ-કોમર્સ દિગ્ગજએ વધતી આર્થિક મંદીની વચ્ચે પોતાના નોન-પ્રોફિટેબલ ઈનિશિએટિવ્ઝને ઓછા કરવાનું શરૂ કરી દીધું છે. બિઝનેસ ટુડેના રિપોર્ટ મુજબ,
એક ટોચના અધિકારીને મોકલાયેલા ઈન્ટરનલ મેમોમાં કહેવાયું છે કે, કંપનીએ ગત સપ્તાહે જ હાયરિંગ બંધ કર્યું છે. તો, હવે એવું સામે આવી રહ્યું છે કે, એમેઝોને મોટી સંખ્યામાં પોતાના કર્મચારીઓની છટણી કરી છે.
આખી રોબોટિક્સ ટીમને પિંક સ્લિપ
એમેઝોનમાં કામ કરતા એક કર્મચારી જેમી ઝાંગએ લિંક્ડઈન પર એક પોસ્ટમાં દાવો કર્યો કે, કંપનીએ તેને કાઢી મૂક્યો છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, આખી રોબોટિક્સ ટીમ (Robotics Team)ને પિંક સ્લિપ આપવામાં આવી હતી.
લિંક્ડઈનના આંકડા મુજબ, એમેઝોનની રોબોટિક્સ ટીમમાં ઓછામાં ઓછા 3766 કર્મચારી છે. પોસ્ટમાં ઝાંગે લખ્યું છે કે, અમારી આખી રોબોટિક્સ ટીમ જતી રહી છે. જોકે, તેની પુષ્ટી નથી થઈ કે આ 3766 કર્મચારીઓમાંથી કેટલાને કાઢવામાં આવ્યા છે.
બીજી જગ્યાએ નોકરી શોધી લે કર્મચારી
વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં દાવો કરાયો છે કે, કંપનીએ પોતાની કેટલીક નોન-પ્રોફિટેબલ યુનિટ્સમાં કામ કરતા કર્મચારીઓને બીજે નોકરી શોધવાનો નિર્દેશ આપ્યો છે. કેમકે, કંપની એ પ્રોજેક્ટ્સને બંધ કરે કે પછી ટૂંક સમયમાં જ સસ્પેન્ડ કરે તેવી શક્યતા છે.
હાયરિંગ થયું ફ્રીઝ
એમેઝોને તાજેતરમાં જ હાયરિંગ ફ્રીઝની જાહેરાત કરી હતી. કંપનીએ એક ઈન્ટરનલ મેમોમાં કહેવાયું હતું કે, આર્થિક પરિસ્થિતિઓને જોતા હાયરિંગ બંધ કરશે. કંપનીમાં પીપલ એક્સપીરિયન્સ એન્ડ ટેકનોલોજીના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ બેથ ગેલેટી મુજબ, હાયરિંગ ફ્રીજ કેટલાક મહિના સુધી ચાલશે.
ગેલેટીએ કહ્યું કે, ‘અમે આગામી કેટલાક મહિના માટે હાયરિંગ ફ્રીઝને ચાલુ રાખવાી આશા રાખીએ છીએ. જોકે, હાયરિંગ ફ્રીજ થવા છતાં, કંપની કેટલાક પ્રોજેક્ટ્સ માટે નવા કર્મચારીઓની નિમણૂક કરશે.’
ફેસબુકે 13 ટકા સ્ટાફને કાઢ્યો
ફેસબુકની મૂળ કંપની મેટા (Meta)એ આ સપ્તાહે જ 11,000થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. કંપનીએ ખર્ચને ઓછો કરવા માટે આ છટણી કરી છે. કંપની મુજબ,
વધતો ખર્ચ નફાને ખાઈ રહ્યો છે અને તેનાથી રેવન્યુમાં ઘટાડો થઈ રહ્યો છે. છટણી પહેલા મેટામાં લગભગ 87,000 કર્મચારી કામ કરતા હતા. કંપનીએ તેમાં 13 ટકા કર્મચારીઓને બહાર કર્યા છે.
ટ્વિટર અને માઈક્રોસોફ્ટમાં પણ છટણી
આ પહેલા ટ્વિટરે પહેલા સપ્તાહે પોતાના અડધા કર્મચારીઓને કાઢ્યા હતા. ભારતમાં તો કંપનીએ 90 ટકા કર્મચારીઓની છટણી કરી દીધી હતી. માઈક્રોસોફ્ટે ગત મહિને 1,000 કર્મચારીઓની છટણી કરી હતી.
તે સથે જ રાઈડશેર કંપની Lyftએ પણ 13 ટકા કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી. પેમેન્ટ પ્રોસેસિંગ ફર્મ Stripeએ 14 ટકા કર્મચારીઓની છટણી કરવાની વાત કરી છે. ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટમાં પણ નવી ભરતીઓ પર રોક લગાવી દેવાઈ છે.