માંડવીમાં ૧૪ વર્ષનો દીકરો તેના નાના ભાઈ સાથે એકલો રહે છે અને પરિવારમાં કોઈ નથી તે વાતની જાણ ખજુરભાઈને થઇ તો તરત જ ખજુરભાઈ તેમના ભાઈ બનીને આવ્યા અને કરી આવી મદદ…
આપણે દરેક લોકો આપણા પ્રિય ખજુરભાઈને તો ઓળખીએ જ છીએ, ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને તેમની વ્હારે આવ્યા હતા, ખજુરભાઈએ છેલ્લા બે વર્ષથી તેમના ખિસ્સાના બે કરોડ રૂપિયા વાપરીને નિરાધાર લોકોની વ્હારે આવ્યા હતા, અત્યાર સુધી ખજુરભાઈએ બસો કરતા પણ વધારે લોકોને નવા ઘર બનાવીને તેમને રહેવા માટે આશરો આપ્યો હતો.
હાલમાં ખજુરભાઈ માંડવી તાલુકાનું જુના કાકરાપાર ગામમાં એક પરિવારની મદદ માટે પહોંચી ગયા હતા, આ પરિવારમાં અવી ચૌધરી નામનો એક ચૌદ વર્ષનો દીકરો અને બાર વર્ષનો જય ચૌધરી નામનો તેમનો નાનો ભાઈ રહેતો હતો, આ બંને ભાઈઓની જોડીને રામ લક્ષમણની જોડી માનવામાં આવતી હતી, અવી ચૌદ વર્ષનો હતો તો પણ તે તેના નાના ભાઈનું ખુબ જ સરસ રીતે ધ્યાન રાખતો હતો.
જયારે આ બંને ભાઈઓ નાના હતા ત્યારે જ તેમના માતાપિતાના મૃત્યુ થઇ ગયા હતા, તેથી પરિવારની બધી જ જવાબદારી અવી સંભાળી રહ્યો હતો, અવી હાલમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો અને તેનો નાનો ભાઈ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો, તેથી દરરોજ અવી તેના નાના ભાઈને શાળામાં લેવા અને મુકવા માટે જાય છે અને બંને ટાઈમ જાતે જ જમવાનું બનાવીને તે ભોજન કરે છે.
તેથી હાલમાં ખજુરભાઈ આ બંને ભાઈઓની મદદ માટે આવી પહોંચ્યા હતા, અવી હાલમાં ઘરનું બધું જ કામ કરીને તેના નાના ભાઈનું ધ્યાન રાખી રહ્યો હતો, અવી તેનું જીવન ઘણા સંઘર્ષોનો સામનો કરીને જીવી રહ્યો હતો, અવીના પરિવારમાં તેના આગળ પાછળ કોઈ ન હતું એટલે તે બંને ભાઈઓ એકલા રહીને તેમનું જીવન પસાર કરી રહ્યા હતા.
તેથી ખજુરભાઈ અવીને રહેવા માટે નવું ઘર બનાવી આપશે અને તેમની રસોઈની તકલીફ છે તે પણ દૂર કરશે, ખજુરભાઈએ બંને ભાઈઓને ભણાવવાની પણ બધી જ જવાબદારીઓ લીધી હતી, ખજુરભાઈ અત્યાર સુધી ઘણા ગરીબ અને નિરાધાર લોકો માટે દેવદૂત બન્યા છે, આથી દરેક લોકો ખજુરભાઈની હિંમતને સલામ કરે છે.