આજે 7476 નવા કોરોનાના કેસ, ગુજરાતના 9 જીલ્લામાં ચિંતાજનક કેસમાં વધારો
ગુજરાતમાં આજે ફરી કોરોનાએ ચિંતા વધારી છે. રાજ્યમાં આજે 7476 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 2704 દર્દી સાજા થયા છે. 37238 એક્ટિવ કેસ છે, જેમાંથી 34 દર્દી વેન્ટીલેટર પર છે અને 37204 દર્દી સ્ટેબલ છે. આજે 3 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં 828406 દર્દી સાજા થઇ ચૂક્યા છે. તો કુલ 10132 દર્દીના મોત થઇ ચૂક્યા છે. રાજ્યનો રીકવરી રેટ દિવસેને દિવસે ઘટી રહ્યો છે, હાલ 94.59 ટકા પર પહોંચ્યો છે. આજરોજ 330074 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયેલ નથી.
ગુજરાતના 9 જીલ્લામાં ચિંતાજનક કેસમાં વધારો, ગુજરાતના 9 જીલ્લામાં ચિંતાજનક કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ જિલ્લાઓમાં 100થી વધુ દરરોજના કેસ નોંધાઇ રહ્યા છે. અમદાવાદ શહેર 2861, સુરત શહેર 1988, વડોદરા શહેર 551, રાજકોટ શહેર 244, વલસાડ 189, ભાવનગર શહેર 136, સુરત 136, ગાંધીનગર શહેર 135, કચ્છ 121 અને મહેસાણા 108 કેસ નોંધાયા છે. આ સહિત અન્ય શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસના આંકડા નીચે મુજબ છે.
જેમાં ભરૂચમાં 92, આણંદ 88, જામનગર શહેર 82, રાજકોટ 75, ખેડા 71, નવસારી 69, મોરબી 57, સાબરકાંઠા 56, વડોદરા 55, ગાંધીનગર 47, જામનગર 47, અમદાવાદ 42, સુરેન્દ્રનગર 42, પંચમહાલ 24, જૂનાગઢ શહેર 23, અમરેલી 21, બનાસકાંઠા 21, મહીસાગર 20, ગીર સોમનાથ 19, ભાવનગર 16, દેવભૂમિ દ્વારકા 15, દાહોદ 9, નર્મદા 5, અરવલ્લી 3, જૂનાગઢ 3, તાપી 3, ડાંગ 1 અને પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે આજે બોટાદ, છોટા ઉદેપુર અને પાટણમાં એકપણ કોરોના કેસ નોંધાયેલ નથી.
ઓમિક્રોન કેસની વિગત
ગઇકાલે(10-1-2022) કેટલા કેસ નોંધાયા હતા? ગુજરાતમાં ગઇકાલે 24 કલાકમાં 6097 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 1539 દર્દી સાજા થયા હતા. 32469 એક્ટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી 29 દર્દી વેન્ટીલેટર પર અને 32440 દર્દી સ્ટેબલ જણાયા હતા. તો ગઇકાલે 2 દર્દીના મોત થયા હતા. ગઇકાલે રીકવરી રેટ 95.09 ટકા નોંધાયો હતો.
ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં નજીવો ઘટાડો, ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસમાં દેશમાં કોરોનાના નવા 1 લાખ 68 હજાર 063 કેસ પોઝિટિવ આવ્યા છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી 69 હજાર 959 દર્દી સ્વસ્થ થયા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી 277ના વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે.
ભારતમાં કોરોનાના હાલ એક્ટીવ કેસ 8 લાખ 21 હજાર 446 છે. ભારતમાં કુલ કેસ 3 કરોડ 58 લાખ 75 હજાર 790 નોંધાયા છે. ભારતમાં કોરોનાથી કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા 3 કરોડ 45 લાખ 70 હજાર 131 પર પહોંચી છે. દેશમાં કોરોનાથી કુલ 4 લાખ 84 હજાર 213 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ભારતમાં કુલ વેક્સિનેશનના 1 અરબ 52 કરોડ 89 લાખ 70 હજાર 294 ડોઝ અપાયા છે.
વિશ્વમાં કોરોનાના દૈનિક કેસમાં નજીવો ઘટાડો, એક દિવસમાં વિશ્વમાં કોરોનાના નવા કેસ 19 લાખ 78 હજાર 560 નોંધાયા છે. વિશ્વમાં એક દિવસમાં કોરોનાથી 9 લાખ 21 હજાર 493 દર્દી સ્વસ્થ થયા છે. વિશ્વમાં એક દિવસમાં કોરોનાથી 4 હજાર 507ના મૃત્યુ થયા છે. વૈશ્વિક સ્તરે કોરોનાના એક્ટીવ કેસ 4 કરોડ 46 લાખ 51 હજાર 406 છે. વૈશ્વિક સ્તરે કોરોનાના કુલ કેસ 31 કરોડ 65 લાખ 220 છે. વૈશ્વિક સ્તરે કોરોનાથી કુલ સ્વસ્થ દર્દી 26 કરોડ 4 લાખ 87 હજાર 188 છે. વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 55 લાખ 11 હજાર 626 પર પહોંચ્યો છે.
આરોગ્ય મંત્રીના પર્સનલ સેક્રેટરી કોરોના સંક્રમિત, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પર્સનલ સેક્રેટરીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આરોગ્ય મંત્રીનો પર્સનલ સ્ટાફ ચિંતીત થયો હતો. પર્સનલ સેક્રેટરીનો રીપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય મંત્રીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ઋષિકેશ પટેલનો રિપોર્ટ નેગેટિવ આવતાં આરોગ્ય વિભાગે રાહતના શ્વાસ લીધા હતા.
ધારાસભ્ય યોગેશ પટેલ કોરોનાગ્રસ્ત, ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ વધતા કેસોની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ કોરોના સંક્રમણની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે આજે ફરીવાર ભારતીય જનતા પાર્ટીથી જોડાયેલ નેતાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરા જિલ્લાના માંજલપુર મતક્ષેત્રના ધારાસભ્ય યોગેશ પટેલનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધારાસભ્ય યોગેશ પટેલના રીપોર્ટમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા હતા. જેથી તેઓ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.
ત્રીજી લહેરમાં વધતા કેસોને લઈ ગુજરાત BJPની પહેલ, વધતાં કોરોના કેસ વચ્ચે ભાજપે 9408216170 હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે. કોરોનામાં મદદ માટે રાજ્યમાં સેન્ટ્રલાઈઝ નંબર જાહેર કરાયો છે. પ્રત્યેક જિલ્લામાં 40થી 70 તબીબોની કોરોનાલક્ષી મદદ અપાશે. રાજ્યના 41 શહેરી-જિલ્લા વિસ્તારમાં કોરોનાલક્ષી તુરંત મદદ મળી રહેશે. ગુજરાતમાં બીજી લહેર જેવી સ્થિતી ન થાય તે માટે પ્રયાસ.
કોરોના કેસ વધતા સુરત મનપાએ શરૂ કર્યો વોરરૂમ, સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાના કેસ વધતા મનપાએ વોરરૂમ શરૂ કર્યો છે. વેસુ આરોગ્ય કેન્દ્ર ખાતે વોરરૂમ શરૂ કરાયો છે. વોરરૂમમાં દર્દી અને હોસ્પિટલોની વિગતો અપડેટ કરાશે. શહેરમાં કોરોનાની સ્થિતિ કેવી છે તે અંગે પણ અપડેટ કરશે. તેમજ કયા વિસ્તારમાં કોરોનાના કેટલા કેસ છે તે પણ અપડેટ કરશે. વોરરૂમના ફીડબેક પર મનપા કોરોના સામે લડતની રણનીતિ નક્કી કરે છે.