આજે 28 ઓમિક્રોન અને 6097 કોરોનાના કેસ, અમદાવાદ-સુરતમાં લગોલગ કેસ

આજે 28 ઓમિક્રોન અને 6097 કોરોનાના કેસ, અમદાવાદ-સુરતમાં લગોલગ કેસ

ગુજરાતમાં નવા 6097 કેસ નોંધાયા, અમદાવાદમાં 1923, સુરતમાં 1892 કેસ, રાજ્યમાં હાલ 32469 એક્ટિવ કેસ.

ગુજરાતમાં આજે ફરી કોરોનાએ ચિંતા વધારી છે. રાજ્યમાં આજે 6097 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 1539 દર્દી સાજા થયા છે. 32469 એક્ટિવ કેસ છે, જેમાંથી 29 દર્દી વેન્ટીલેટર પર છે અને 32440 દર્દી સ્ટેબલ છે. આજે 2 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં 825702 દર્દી સાજા થઇ ચૂક્યા છે. તો કુલ 10130 દર્દીના મોત થઇ ચૂક્યા છે. રાજ્યનો રીકવરી રેટ દિવસેને દિવસે ઘટી રહ્યો છે, હાલ 95.09 ટકા પર પહોંચ્યો છે. આજરોજ 382777 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આજે ક્યાં કેટલા કેસ નોંધાયા? અમદાવાદ શહેર 1893, સુરત શહેર 1778, વડોદરા શહેર 410, વલસાડ 251, રાજકોટ શહેર 191, ગાંધીનગર શહેર 131, ખેડા 126, સુરત 114, મહેસાણા 111, કચ્છ 109, નવસારી 107, ભાવનગર શહેર 93, આણંદ 88, ભરૂચ 78, ગાંધીનગર 64, વડોદરા, 60, રાજકોટ 58, મોરબી 51, જામનગર શહેર 47, જૂનાગઢ શહેર 33, અમદાવાદ 30, ગીર સોમનાથ 27, પંચમહાલ 25, દાહોદ 24, અમરેલી 23, અરવલ્લી 21, સુરેન્દ્રનગર 19, બનાસકાંઠા 18, પાટણ 17, ભાવનગર 15, મહીસાગર 15, તાપી 13, જામનગર 11, જૂનાગઢ 11, નર્મદા 11, દેવભૂમિ દ્વારકા 10, સાબરકાંઠા 10, છોટા ઉદેપુરમાં 3 અને બોટાદમાં 1 કોરોનાનો કેસ નોંધાયો છે. જ્યારે આજે ડાંગ અને પોરબંદરમાં એકપણ કેસ નોંધાયો નથી.

ઓમિક્રોન કેસની વિગત: અમદાવાદ શહેરમાં 5, આણંદમાં 4, ગાંધીનગર શહેરમાં 5, વડોદરા શહેરમાં 9, કચ્છમાં 2, ગાંધીનગરમાં 1 અને રાજકોટ શહેરમાં 2 ઓમિક્રોનના કેસ નોંધાયા. રાજ્યમાં અત્યાર સુધીમાં 264 ઓમિક્રોન કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે 223 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે, હાલ 41 દર્દી સારવાર હેઠળ છે.

ગુજરાત હાઈકોર્ટમાં કોરોના કેસોનો વિસ્ફોટ: હાઈકોર્ટના સ્ટાફનો RT-PCR ટેસ્ટ કરતા નવા કેસો સામે આવ્યા છે. હાઈકોર્ટમાં એક સાથે 51થી વધુ કોરોના કેસ સામે આવ્યા છે. તે સાથે જ હાઈકોર્ટમાં 2 દિવસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 78એ પહોંચી છે. ત્યારે હાઈકોર્ટમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ વધતા કેસોને રાખીને હાઈકોર્ટમાં કેસોની વર્ચ્યુઅલ સુનાવણી કરવામાં આવ છે. હાઈકોર્ટ બંધ હોવા છતા કોર્ટમાં કામ હોવાથી સ્ટાફને કોર્ટમાં હાજરી આપવી પડતી હોય છે.

IIM અમદાવાદના 60 વિદ્યાર્થી કોરોના લપેટામાં: તો અમદાવાદ IIMના વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 1થી 9 જાન્યુઆરીમાં 60 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં 805 લોકોના ટેસ્ટ કરતા 60ને કોરોનાની પુષ્ટી થઇ છે. કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓનો સંપર્કમાં આવેલા તમામના ટેસ્ટ કરાયા છે.

કોરોનાને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી બેઠક: દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું પણ સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોનાના વધતા સંક્રમણને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને અધિકારીઓ પણ જોડાયા હતા.

સમગ્ર દેશ અને ગુજરાતની પ્રધાનમંત્રી ચિંતામાં: ઋષિકેશ પટેલ
કેન્દ્રીય આરોગ્ય મંત્રીની બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, સમગ્ર દેશ અને ગુજરાતની પ્રધાનમંત્રી ચિંતા કરે છે. ગઈકાલે પ્રધાનમંત્રી કોરોના સંદર્ભે સમિક્ષા કરી. 7 રાજ્યોના આરોગ્ય મંત્રી-અધિકારીઓ સાથે સમીક્ષા થઈ. સારવાર સહિતની બાબતો પર સમીક્ષા થઈ. ટેસ્ટિંગ અને ટેલી મેડિસિન પર ભાર આપ્યો છે. કેન્દ્રની SOP બાબતે સૂચનો આપવામાં આવ્યા છે. ભારતને જાનહાની ઓછી થાય તેવા પ્રયાસો છે. સરકારો પ્રજા હિતમાં કામ કરી રહી છે.

કોરોના વેક્સિનનો પ્રિકોશનરી ડોઝ આપવાની શરૂઆત, કોરોના વેક્સિનનો પ્રિકોશનરી ડોઝ આપવાની શરૂઆત થઇ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. અત્યાર સુધી 35 લાખ તરુણોમાંથી 20 લાખ તરુણો રસીકરણ પૂર્ણ થયું છે. તો આ તરફ રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષા સુથારે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

નેતાઓના ભૂલનું ઉદાહરણ આપી જનતાએ પોતાનો જીવ જોખમમાં ના મુકવો જોઇએઃ હર્ષ સંઘવી
ગાંધીનગરમાં વધતા કોરોના સંક્રમણને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મનપા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને લઇને વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. તથા રાજ્ય સરકાર દ્વારા પ્રભારી મંત્રીઓને જિલ્લામાં વ્યવસ્થા કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.

રાજકીય નેતાઓ દ્વારા વારંવાર કરવામાં આવતા SOPના ભંગ મુદ્દે પણ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે દરેક પક્ષના નેતા SOPનું પાલન કરવા બંધાયેલા છે. નેતાઓના ભૂલનું ઉદાહરણ આપી જનતાએ પોતાનો જીવ જોખમમાં ના મુકવો જોઇએ. નેતાઓ પર ટીકા કરી શકાય પણ આપણે ભૂલ ન કરવી જોઇએ તેવી સલાહ ગૃહ રાજ્યમંત્રીએ આપી હતી.

રાજકોટ મનપાના 15 અધિકારી-કર્મચારીઓને કોરોના, રાજકોટમાં કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાયુ છે. જેમાં રાજકોટ મનપાના 15 અધિકારી-કર્મચારીઓને કોરોના થયો છે. એ.ટી.પી, આસી. કમિશ્નર સહિત 15 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. મનપાના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતા મોટાભાગનું કામ અટવાયું છે.

ગીરસોમનાથમાં વધુ 6 પ્રોફેસર થયા કોરોના સંક્રમિત, ગીરસોમનાથમાં સંસ્કૃત યુનિવર્સિટીના 6 પ્રોફેસર કોરોના સંક્રમિત થયા છે. પ્રોફેસરો સંક્રમિત થતાં શિક્ષણ વિભાગ ચિંતામાં મૂકાયું છે. અમદાવાદ સાયન્સ સીટી ખાતે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુશનમાં ભાગ લઈ પરત ફર્યા હતા.

ગુજરાત ખેતી બેંકના ચેરમેન કોરોના પોઝિટિવ, ગુજરાત ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા કોરોના સંક્રમિત. કોરોના પોઝિટિવ ચેરમેન હોમ આઇસોલેટ થયા છે. સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવવા ચેરમેને અપીલ કરી છે.

MLA પરસોત્તમ સાબરીયા કોરોના પોઝિટિવ, તબિયત લથડતા MLA પરસોત્તમ સાબરીયાએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. MLA પરસોત્તમ સાબરીયા હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. પરસોત્તમ સાબરીયાએ સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. પરસોત્તમ સાબરીયા ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના MLA છે.

પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા કોરોનાગ્રસ્ત, પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા કોરોના પોઝિટિવ આવ્યા છે. ટ્વિટ કરીને કુંવરજી બાવળીયાએ માહિતી આપી છે. કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા કરાવ્યો ટેસ્ટ હતો. સંપર્કમાં આવેલા લોકોને ડોક્ટરની સલાહ લેવા સુચન કર્યુ છે.

ગુજરાત ભાજપના વધુ એક નેતાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાને કોરોના થયો છે. ભરત બોઘરા CMની રાજકોટની રેલીમાં હાજર રહ્યાં હતાં. નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, મનીશ ચાંગેલા પણ સંક્રમિત થયા છે. અત્યાર સુધી રાજકોટ ભાજપના 4 નેતા કોરોના પોઝિટિવ થયા છે.

ગઇકાલે રાજ્યમાં 6275 નવા કોરોનાના કેસ નોંધાયા, રાજ્યમાં ગઇકાલે 24 કલાકમાં 6275 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 1263 દર્દી સાજા થયા હતા. 27913 એક્ટિવ કેસ હતા, જેમાંથી 26 દર્દી વેન્ટીલેટર પર હતા અને 27913 દર્દી સ્ટેબલ જણાયા હતા. ગઇકાલે એકપણ દર્દીનું મોત થયું ન હતું. રાજ્યનો રીકવરી રેટ દિવસેને દિવસે ઘટી રહ્યો છે, ગઇકાલે 95.59 ટકા પર પહોંચ્યો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *