ગુજરાતમાં વધ્યો મૃત્યુઆંકઃ આજે કોરોનાના છેલ્લા 24 કલાકમાં 10,150 નવા કેસ, જાણો કેટલા એક્ટિવ કેસ

ગુજરાતમાં વધ્યો મૃત્યુઆંકઃ આજે કોરોનાના છેલ્લા 24 કલાકમાં 10,150 નવા કેસ, જાણો કેટલા એક્ટિવ કેસ

ગુજરાતમાં ફરી કોરોના કેસોનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં 10,150 કેસ કોરોના પોઝિટિવ, ગુજરાતમાં કોરોના દિવસે બે ગણો અને રાત્રે ચાર ગણો કહેવતની જેમ તેજ ગતિથી લોકોને જકડી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 10,150 કેસ સામે આવતા ત્રીજી લહેરની ખતરનાક સ્થિતિ આંખ સામે તરી રહી છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 3315 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 2752 કેસ તો રાજકોટમાં 467 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 264 કેસ, ભાવનગરમાં 376 કેસ સામે આવતા કોરોના સ્પીડે આગળ વધી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે.કોરોનાને લીધે વધુ 8 લોકોના મોત થયા જયારે એક્ટિવ કેસની સંખ્યા 63,610 પર પહોંચી ગઈ છે. હાલ કુલ 83 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે.

કયા જિલ્લામાં કેટલા કેસ? જો જિલ્લા પ્રમાણે કોરોના કેસોની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં 3315 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 2757 કેસ, વડોદરામાં 1242 કેસ, રાજકોટમાં 467 કેસ, ભાવનગરમાં 376 કેસ, ગાંધીનગરમાં 264 કેસ,જામનગરમાં 234 કેસ, જુનાગઢમાં 52 કેસ મોટા શહેરોમાં સામે આવ્યા છે. તો વલસાડમાં 283 કેસ, કચ્છમાં 157 કેસ, ભરૂચમાં 130 કેસ, આણંદમાં 114 કેસ, નવસારીમાં 97 કેસ, મોરબીમાં 90 કેસ, મહેસાણામાં 85 કેસ, પાટણમાં 84 કેસ, ગીર સોમનાથ 83, દ્વારકામાં 55 કેસ, બનાસકાંઠામાં 54 કેસ, સુરેન્દ્રનગરમાં 54 કેસ, ખેડામાં 35 કેસ, અમરેલીમાં 34 કેસ, દાહોદમાં 17 કેસ, સાબરકાંઠામાં 15 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

શું છે મોટા શહેરોની સ્થિતિ? અમદાવાદમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 20 હજારને પાર, 300 દર્દી દાખલ, સિવિલમાં સંખ્યા વધી. રાજકોટમાં હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી, 2840 એક્ટિવ કેસ, 39 દાખલ. સુરતમાં હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા નહિવત, 16761 એક્ટિવ કેસ, 281 દાખલ. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એક દિવસમાં 45 કેસ, કુલ 332 જેટલા એક્ટિવ કેસ, 14 કન્ટેઈન્મેન્ટ ઝોન.

ભારતમાં 2,71,202 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2 લાખ 71 હજાર 202 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 304 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગઇકાલે ભારતમાં 2,68,833 કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર અત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 15 લાખ 50થી વધુ છે જે ધીમે ધીમે હજુ પણ વધી શકે છે. આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 4 લાખ 86 હજાર દર્દીઓએ પોતાના જીવ ગુમાવી દીધા છે. રાહતની બાબત કહી શકાય કે એક જ દિવસમાં એક લાખ 38 હજાર દર્દીઓએ કોરોના વાયરસને મહાત આપી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *