આ યુવકે મકાઈના છોતરામાંથી બનાવી દીધી ઇકો ફ્રેન્ડલી બોલપેન અને આજે કમાય રહ્યો છે લાખો રૂપિયા…
આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ કે તે તેમના જીવનમાં આગળ વધવા માટે કઈંક ના કઈંક પ્રવુતિઓ કરતા હોય છે અને તેમાંથી તે સફળતા મેળવતા હોય છે, આપણે જોતા હોઈએ છીએ કે સામાન્ય રીતે લખાણ માટે ઘણા બધા પ્રકારની બોલપેનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તમે કોઈ દિવસ સાંભળ્યું નહીં હોય કે લોકો હાલના જમાનામાં ઇકો ફ્રેન્ડલી બોલપેન પણ બનાવતા હોય છે.
હાલમાં એક તેવો જ કિસ્સો રાજુ નામના યુવક સાથે થયો, રાજુએ મકાઈના છોતરામાંથી ઇકોફ્રેન્ડલી બોલપેન બનાવી હતી, રાજુએ બનાવેલી ઇકોફ્રેન્ડલી બોલપેનની કિંમત તેને દસ રૂપિયા રાખી હતી, આ ઇકોફ્રેન્ડલી પેન બનાવવાનો રાજુનો એક માત્ર જ ઉદ્દેશ હતો, આ બોલપેન બનાવવાથી પ્રદુષણમાં વધારો થતો ન હતો અને પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઓછો થતો હતો.
રાજુએ આ ઇકોફ્રેન્ડલી સાઇકલ બનાવવાની કલા શાળા ચાલુ હતી તે સમય દરમિયાન શીખી લીધી હતી, તેથી હાલમાં રાજુએ એક ઇકોફ્રેન્ડલી બોલપેન બનાવવા માટે માત્ર દસ મિનિટનો જ સમય લાગતો હતો,
રાજુએ બનાવેલી ઇકો ફ્રેન્ડલી બોલપેનને તેને આઈએએસ સત્પંથીની ઓફિસમાં સો બોલપેનો આપી હતી. હાલમાં રાજુએ બનાવેલી ઇકોફ્રેન્ડલી બોલપેનના બહારથી ઑડર પણ આવવા લાગ્યા હતા.
રાજુ પર્યાવરણ બચાવવાની સાથે સાથે ઇકોફ્રેન્ડલી બોલપેનમાંથી રોજગારી પણ મેળવી રહ્યા હતા, તેથી રાજુભાઈ હાલમાં મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોલપેન બનાવતા હતા અને તેને વેચીને તેમાંથી ઘણી બધી કમાણી કરી રહ્યા છે.