પોતાના જીવનમાં આવેલી મુશ્કેલીઓ બીજા બાળકોના જીવનમાં ના પડે તેની માટે આ યુવક આજે ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે.
અભ્યાસનું મહત્વ આજે બધા જ લોકોના જીવનમાં ઘણું જરૂરી છે અને તેથી જ દરેક લોકો તેમનો અભ્યાસ પૂરો કરીને તેમના જીવનમાં આગળ વધતા હોય છે. પણ ઘણા એવા પરિવારો છે જે તેમના બાળકોને અભ્યાસ નથી કરાવી શકતા અને તેથી આ બાળકો અભ્યાસથી વંચિત રહી જાય છે.
તો આવા બાળકો માટે ઘણા લોકો આગળ આવતા હોય છે.જેમાં આ લોકો બાળકો અભ્યાસથી વંચિત ના રહી જાય તેની માટે બાળકોને ફ્રીમાં અભ્યાસ કરાવે છે. આજે એવા જ એક વ્યક્તિ વિષે જાણીએ ગરીબ બાળકોને અભ્યાસ કરાવીને તેમની માટે મોટી સેવાનું કામ કરી રહ્યા છે.
આ વ્યક્તિ મૂળ દિલ્હીના રહેવાસી છે અને તેમનું નામ સત્યેન્દ્ર સિંહ છે. તેઓ એક ગરીબ પરિવારમાંથી આવે છે.તેમનો પરિવાર શાકભાજીની ખેતી કરીને તેમાંથી પરિવારનું ગુજરાન ચલાવે છે, સત્યેન્દ્રસિંહ જયારે નાના હતા ત્યારથી જ તેમને ઘણા એવા સંધર્ષોનો સામનો કરીને પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે.
તેમની એવી ઈચ્છા હતી કે તેઓએ જેટલા સંઘર્ષો વેઠ્યા છે એ બધા જ સંઘર્ષો બીજા લોકોને ના વેઠવા પડે એટલે આજે ગરીબ બાળકોને વર્ષ ૨૦૧૫ થી અભ્યાસ કરાવવાનું ચાલુ કર્યું.
તેઓએ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોને અભ્યાસ કરાવવાનું ચાલુ કર્યું જેથી તેમને તેમના જીવનમાં આવા સંઘર્ષોનો સામનો ના કરવો પડે, તો તેઓએ એક સ્કૂલ ચાલુ કરી છે જ્યાં આ બાળકોને સત્યેન્દ્ર તેમને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે.