આ મહિલા નો જે હસબન્ડ બનશે તેમને આ મહિલા આપશે 57 લાખ રૂપિયા, જાણો તેમની પાછળ નુ કારણ

આ મહિલા નો જે હસબન્ડ બનશે તેમને આ મહિલા આપશે 57 લાખ રૂપિયા, જાણો તેમની પાછળ નુ કારણ

17 વર્ષની ઉંમરે કરોડપતિ બનેલી યુવતીએ એક્સ બોયફ્રેન્ડ શોધવા માટે 57 લાખની ઓફર કરી અને તેને પાર્ટનર મળી ગયો, ફોટો અને વીડિયો ચેક કરો

વિશ્વભરના અસંખ્ય લોકોના પ્રેમની વાર્તાઓ ઇન્ટરનેટ પર લોકપ્રિયતા મેળવી રહી છે. એવી અસંખ્ય પ્રેમ કથાઓ છે જે લોકોને મૂંઝવણમાં મૂકે છે. એક કરોડપતિ છોકરીની વાર્તા ફેમસ થઈ રહી છે. દરેક વ્યક્તિ તેમના મનપસંદ પાત્રને શોધવા માટે કામ કરી રહી છે, અને એક કરોડપતિ પણ તેના સૌથી પ્રિય પાત્રને શોધવામાં સક્ષમ હતો.

ખાસ વાત તો એ છે કે આ યુવતી ફક્ત 17 વર્ષની ઉંમરમાં જ કરોડપતિ બની ગઈ હતી. આ યુવતીનું નામ છે જેન પાર્ક અને હવે તેની ઉંમર 26 વર્ષની થઇ ગઈ છે. વર્ષ 2013માં તેને 17 વર્ષની ઉંમરમાં જ 9 કરોડ 45 લાખ રૂપિયાની લોટરી જીતી હતી અને તે આટલી નાની ઉંમરમાં લોટરી જીતનારી સૌથી યુવાન છોકરી બની ગઈ.

જેના બાદ તે એમ કહીને પણ ચર્ચામાં આવી હતી કે જે પણ તેનો બોયફ્રેન્ડ બનશે તેને તે વાર્ષિક 57 લાખ રૂપિયા પગાર આપશે. જેના માટે તેને એક કાયદેસર વેબસાઈટ પણ લોન્ચ કરી હતી જેના પર હજારો છોકરાઓએ અરજી પણ કરી હતી, પરંતુ હવે જેનને તેનો બોયફ્રેન્ડ મળી ગયો છે અને તેની સાથે તે ટિક્ટોક વીડિયો પણ શેર કરે છે.

ટિક્ટોક પર વીડિયો શેર કરીને તેણે પોતાના બોયફ્રેન્ડ વિશેનો ખુલાસો પણ કર્યો છે. તેણે વીડિયોમાં એમ પણ જણાવ્યું છે કે તેને પોતાનો પ્રેમ મળી ગયો છે અને એક વીડિયોના કેપશનમાં તેને “છોકરાને જન્મ દિવસની શુભકામનાઓ” એમ પણ લખ્યું છે. તેની તસવીરો અને વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

તમને જાણવી દઈએ કે જેન પાર્કનું તેના પહેલા બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ ગયું છે. જેન એક મોડલ હોવાની સાથે સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 2 લાખ કરતા પણ વધારે લોકો ફોલો કરે છે. જેમાં તે પોતાની ગ્લેમર તસવીરો અને વીડિયોને શેર કરતી રહે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *