મહેસાણાના આ ગામે એકતાની મિસાલ પેશ કરી, આખા ગામે મળીને ગરીબ પરિવારની દીકરીના ધૂમધામથી લગ્ન કરાવ્યા, પિતા ગામ લોકોનો પ્રેમ જોઈ રડી પડ્યા.
મહેસાણામાં બનેલી આ ઘટનાએ આજે સાબિત કરી દીધુ છે કે આજે પણ સમાજમાં માનવતા જીવિત છે. મેહસાણામાં આ ગરીબ પરિવારના દીકરીઓના લગ્નમાં આખા ગામે સાથ સહિયોગ આપ્યો અને દીકરીઓના લગ્ન કરાવ્યા.
આ પરિવાર દેશ આઝાદ થયો ત્યારનો પાકિસ્તાનમાં આવેલા હૈદરાબાદમાં રહી રહ્યો હતો. પણ ત્યાં રોજગારીની તકો ન મળતા આ પરિવારે ભારત આવવાનું નક્કી કર્યું.ચેતન ભાઈ રાઠોડ પણ આજથી ત્રણ વર્ષ પહેલા ભારત આવીને મહેસાણાના કુકસ ગામમાં સ્થાઈ થયા હતા.
ત્યાં તે ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પણ તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખુબજ નબળો હતી માટે તે પોતાની દીકરીના લગ્નનો ખર્ચ ઉઠાવી શકે તેમ નહતું. માટે ચેતન ભાઈને ચિંતા હતી કે તે પોતાની દીકરીઓના લગ્ન કેવી રીતે કરશે.
તો ચેતન ભાઈની દીકરીના લગ્ન માટે ગામના લોકો સામે આવ્યા અને કોઈએ મંડપનો ખર્ચ ઉઠાવ્યો તો કોઈએ જમણવારનો તો કોઈએ દીકરીને કરિયાવરની તમામ વસ્તુઓ આપી. ગામના લોકોએ મળીને ગામની ગરીબ દીકરીઓના લગ્નની તૈયારી કરી અને દીકરીઓના લગ્ન ખુબજ ધૂમધામથી કરાવ્યા.
આ જોઈને ચેતન ભાઈ પણ રડી પડ્યા.તેમને જણાવ્યું કે મારી તો એટલી પરિસ્થિતિ સારી નહતી કે દીકરીના લગ્ન કરાવી શકું, પણ આજે ગામના લોકોના સાથ સહકારથી આજે મારી દીકરીઓના લગ્ન શક્ય બન્યા છે. આજે મહેસાણાના કુકસ ગામે એકતાની મિશાલ પેશ કરી છે. કે આવી રીતે પણ કોઈ ગરીબને મદદ કરી શકાય છે.