ટ્વીટરે કાઢી મૂકેલા કર્મચારીઓને ટાટાની આ કંપની નોકરી આપશે
દિગ્ગજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર જેવી કંપનીઓમાં કર્મચારીઓને કાઢી મૂકવાની સીઝન ચાલી રહr છે. બીજી બાજુ ટાટા મોટર્સની લક્ઝરી અને સ્પોર્ટ્સ કાર બનાવતી કંપની જેગુઆર લેન્ડ રોવર એટલે કે, JLRએ શુક્રવારે હાયરિંગનું એલાન કર્યું છે.
જેગુઆર લેન્ડ રોવરે એલાન કર્યું છે કે, તે વિશ્વભરમાં ડિજિટલ અને એન્જિનિયરિંગમાં 800થી પણ વધારે લોકોનું હાયરિંગ કરશે. આ હાયરિંગ યુકે, આયરલેન્ડ, અમેરિકા, ભારત, ચીન અને હંગેરીમાં થશે. કંપની ડિજિટલ ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીના મહારથીઓને હાયર કરશે, કારણ કે, તે ડિજિટલ ફર્સ્ટ અને ડેટા ડ્રિવન ઓર્ગેનાઇઝેશન બની ચુક્યું છે.
JLRએ એક પ્રેસ રીલિઝ જારી કરી છે. તેમાં કંપનીએ કહ્યું છે કે, ટેક્નિકલ કંપનીઓમાં મોટા પાયા પર લેઓફથી પ્રભાવિત થયેલા લોકો માટે એક નવું જોબ પોર્ટલ શરૂ કરવામાં આવી રહ્યું છે. તેના દ્વારા દિગ્ગજ ટેક્નિકલ કંપનીઓથી બહાર કાઢવામાં આવેલા લોકોને પોતાના માટે સારા મોકા પસંદ કરવા માટે ઘણા વિકલ્પો મળશે.
તેમાં હાઇબ્રિડ વર્કિંગ પેટર્ન રહેશે એટલે કે, ઓફિસમાંથી કામ અને અન્ય જગ્યા પરથી કામ કરવા માટેનાં કંબાઇન્ડ વિકલ્પ. દિગ્ગજ ટેક્નિકલ કંપનીઓ ટ્વીટર અને માઇક્રોસોફ્ટમાં લેઓફનું એલાન થઇ ચૂક્યું છે અને એમેઝોનમાં પણ કર્મચારીઓ પર લટકતી તલવાર છે.
કંપની દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલિઝ અનુસાર ઓટોનોમસ ડ્રાઇવિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિફિકેશન, ક્લાઉડ સોફ્ટવેર, ડેટા સાયન્સ, મશીન લર્નિંગ અને તેના સિવાય અન્ય સાથે જોડાયેલી સ્કિલ માટે જેગુઆર લેન્ડ રોવરમાં વેકેન્સી બહાર પાડવામાં આવી છે.
JLRના મુખ્ય સૂચના અધિકારી એન્થની બેટલનું કહેવું છે કે, કંપની પોતાની ડેટા અને ડિજિટલ સ્કિલને વધુ મજબૂત કરી રહી છે, જેથી તે 2025થી ઇલેક્ટ્રોનિક ફર્સ્ટ બિઝનેસ બની શકે અને વર્ષ 2030 સુધી કાર્બન નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરી શકે. તેના માટે કંપનીએ હાઇ સ્કિલ વાળા ડિજિટલ મહારથીઓની જરૂર પડશે.
રિપોર્ટ અનુસાર, ટ્વીટરના હેડ એલન મસ્ક પોતાના કર્મચારીઓને અલ્ટિમેટમ આપી રહ્યા છે અથવા કહી રહ્યા છે કે, કંપની માટે અથાગ મહેનત કરો કે પછી સેવેરન્સ પર લઇ જઇ શકે છે. આ ઉથલ પાથલના કારણે સેલ્સ, પાર્ટનરશિપ જેવા ડિપાર્ટમેન્ટની અપેક્ષા ટેક્નિકલ ડિપાર્ટમેન્ટના અમુક લોકોએ કંપની છોડવાનો વિકલ્પ નક્કી કર્યો છે.