ખેડૂત પરિવારના આ દીકરાએ અથાગ મહેનત સાથે એમેઝોન કંપનીમાં ૧ કરોડના પેકેજવાળી નોકરી મેળવીને માતા-પિતાની મહેનતને સાચી સાર્થક કરી.

ખેડૂત પરિવારના આ દીકરાએ અથાગ મહેનત સાથે એમેઝોન કંપનીમાં ૧ કરોડના પેકેજવાળી નોકરી મેળવીને માતા-પિતાની મહેનતને સાચી સાર્થક કરી.

દરેક લોકો તેમની મહેનતથી આગળ વધતા હોય છે અને મોટી સફળતા મેળવતા હોય છે, આજે આપણે એક તેવા જ ખેડૂત પુત્ર વિષે વાત કરીશું, આ યુવકે એમેઝોન કંપનીમાં એક કરોડના પેકેજ વારી નોકરી મેળવીને માતા-પિતાની મહેનતને સાચી સાર્થક કરી બતાવી હતી, આ યુવક રાજસ્થાનના ઝૂનઝૂનુનો રહેવાસી હતો, આ યુવકનું નામ સૌરભ છે.

સૌરભએ તેમની ફોઈની દીકરીઓમાંથી પ્રેરણા લઈને IIT કરવા માટે પ્રેરિત થયા હતા. ત્યારબાદ સૌરભ દસમા ધોરણના અભ્યાસ પછી સીકર આવ્યા અને તેમનો આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તે પછી સૌરભ કાનપુરમાં IIT માટે જોડાઈ ગયા હતા. હાલમાં સૌરભએ IIT નો અભ્યાસ પૂરો કર્યો તો તેને લાખો રૂપિયાની ઓફર આવી હતી.

સૌરભને પહેલા એપીટી પોર્ટફોલિયો કંપનીમાં ૫૦ લાખ રૂપિયાના પેકેજવાળી નોકરી મળી હતી, સૌરભને એન્જીનીયરીંગની ડિગ્રી મેળવ્યા પહેલા એક કરોડના પેકેજવાળી નોકરી મળી ગઈ હતી. સૌરભએ શરૂઆતનો અભ્યાસ તેમના ગામ મલસીંસરથી જ શરૂ કર્યો હતો, તેમના પરિવારની પરિસ્થિતિ એટલી બધી સારી ન હતી તો પણ માતા-પિતાએ દીકરાને ભણાવવા માટે મહેનત કરવાની ચાલુ રાખી હતી.

હાલમાં સૌરભને ડેન્ગ્યુ થયો હતો એટલે તેઓ બેડ રેસ્ટ કરી રહ્યા હતા, તે સમયે તેમને એમેજોન કંપનીમાંથી એક મેલ આવ્યો, ત્યારબાદ સૌરભને બીજી ડિસેમ્બરના રોજ ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા, સૌરભએ આ ઓફર મેળવીને માતા-પિતાની મહેનતને સાચી સાર્થક કરીને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કર્યું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *