અકસ્માતમાં આ વ્યક્તિ ઘાયલ થતા ૧૦૮ ના કર્મચારીઓને સમયસર સારવાર આપી તેમની પાસે રહેલી લાખો રૂપિયાની કિંમતી વસ્તુઓ પરિવારને સોંપીને ઈમાનદારી બતાવી.
આજના સમયમાં લોકો એટલા સવારથી થઇ ગયા છે કે જ્યાં પોતાનો સ્વાર્થ દેખાય એ કામ પહેલા કરતા હોય છે. આજે આ બધા જ લોકોની વચ્ચે ઘણા એવા ઈમાનદાર લોકો પણ રહે છે જે હંમેશા ઇમાનદારીના દાખલાઓ બેસાડતા હોય છે.
ખાસ કરીને ૧૦૮ એમ્બ્યુલન્સ જે લોકો માટે દેવદૂત બનીને આવતી હોય છે એ એમ્બ્યુલનસ આજે ઇમાનદારીના દાખલાઓ પણ બેસાડતા હોય છે.હાલમાં બાબરાના ગોલકોટડી ગામની પાસે એક અકસ્માત સર્જાયો હતો અને તેમાં ગોવિંદભાઈ નામના બાઈક ચાલક જેમને તેઓનો કાબુ ગુમાવ્યો હતો અને તેઓ નીચે પડી ગયા હતા.
તો તેમને ઈજાઓ પહોંચ્યા હતા. તેઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી તો એમ્બ્યુલંન્સ આવી હતી.જેમાં EMT કુલદીપસિંહ અને પાયલોટ જીગ્નેશભાઈ સમયસર આવી પહોંચ્યા હતા અને ગોવિંદભાઈને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સારવાર આપી હતી.
ગોવિંદભાઇ અમરેલીમાં લાઠીની પ્રાંત અધિકારીની ઓફિસમાં ચૂંટણી લક્ષી કામ કરી રહ્યા છે. તેઓની સાથે આ ઘટના બનવાથી તેમની પાસે રહેલા રોકડા ૮૦ હજાર રૂપિયા હતા.
આ સાથે એક મોબાઈલ, ૩૫ હજાર રૂપિયાનો કેમેરો અને બીજી ઘણી કિંમતી વસ્તુઓ તેમની પાસે હતી આ તમામ વસ્તુઓ એમ્બ્યુલન્સના કર્મચારીઓએ આ તમામ વસ્તુઓ તેમના પરિવાર સુધી પહોંચાડીને મોટી ઇમાનદારીનો દાખલો બેસાડ્યો હતો.