આ વ્યક્તિ વિદેશથી અહીંયા સર્ચ કરવા આવ્યા હતા પણ આજે તેમની પરિસ્થિતિ એવી છે કે જે મળે તે ખાઈને તેમના દિવસો પસાર કરવા મજબુર બન્યા છે.
દુનિયા ઘણી મોટી છે અને અહીંયા બધા જ લોકોને તેમના જીવનમાં નાની મોટી સમસ્યાઓમાંથી પસાર થઈને તેમનું જીવન જીવવું પડતું હોય છે. ઘણા એવા લોકો છે જેમની આખા દિવસની મહેનત પછી પણ તેમનું જીવન જીવવામાં ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.
એવા જ એક વિદેશના વ્યક્તિ વિષે જાણીએ જેઓ ઘણી મોટી મુશ્કેલીઓમાં તેમના દિવસો પસાર કરે છે.આ વ્યક્તિ આજે આણંદમાં વિદ્યાનગરમાં રસ્તાઓ પર રહે છે અને તેમના દિવસો પસાર કરી રહ્યા છે.
આ વ્યક્તિનું નામ જોન છે તેઓ મૂળ કેન્યાના રહેવાસી છે. તેઓ અહીંયા રિસર્ચ માટે આવ્યા હતા અને તેમની પાસે પૂરતા પૈસા નથી એટલે તેઓ ઘણી વખતે આવી જ રીતે અહીંયા રસ્તાઓ પર રહીને તેમના દિવસો પસાર કરે છે.
આજે તેમના પરિવારમાં ચાર ભાઇઓ છે પણ તે બધા જ કેન્યામાં છે અને આજે તેઓ અહીંયા એકલા જ રહે છે. આમ તેમને ઘણી મોટી મુશ્કેલો પડી રહી છે કેમ કે તેમના પગમાં ઇન્ફેક્શન થયું છે. આજે તેઓની પાસે પૈસા નથી તેમના ભાઈ ત્યાંથી મોકલાવે છે અને તેમાંથી તેઓ દવા પણ લે છે અને આગળ પણ વધે છે.
તેઓ તેમાંથી જ ખાય છે.તેઓ છેલ્લા ઘણા દિવસોથી નાહ્યાં પણ નથી અને આવી જ પરિસ્થિતિમાં તેઓ તેમના દિવસો અહીંયા પસાર કરે છે. તેમને જે મળે તે ખાઈ લે છે અને તેમના દિવસો પસાર કરવા મજબુર બન્યા છે. આજે તેઓ તેમનો અભ્યાસ આગળ કરી રહ્યા છે પણ તેમને ગણી મોટી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે.