કચ્છ માં આવેલ આ મહેલ આજે પણ કરાવે છે રાજાશાહી ના દર્શન જાણે કે સાક્ષાત રજવાડું આપણી સમક્ષ ઉભું હોય જુઓ તસ્વીર.
આપણા ગુજરાતમાં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. ખાસ કરીને આપણા ગુજરાતમાં આવેલો કચ્છ જિલ્લો કે જે આજે પણ રાજાશાહી વખતના અનેક એવા સ્થાપત્યોથી ભરેલો જોવા મળે છે.
આજે પણ કચ્છ જિલ્લામાં તે સમયે રાજાઓએ બંધાવેલા મહેલો અકબંધ જોવા મળે છે. કચ્છમાં આવેલો ભુજ કે જે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે. આજે આ ભુજ ને ફરવા લાયક સ્થળોની મુલાકાત તરીકે ગણવામાં આવે છે.
ખાસ કરીને કચ્છ જિલ્લા ના ભુજમાં આવેલો પ્રાગ મહેલ ની શૈલી અને બાંધકામ જોઈને આજે પણ વિદેશમાંથી અનેક લોકો આ સ્થળની મુલાકાત લેવા આવે છે. આ ભૂજ ની વાત કરવામાં આવે તો તેમાં આવેલો પ્રાગ મહેલ 1865 માં મહારાજ પ્રાગમલ બીજાએ આ દરબાર ગઢમાં પ્રાગ મહેલની સ્થાપના કરી હતી.
આ રાજમહેલ ની બનાવટ ઇટાલિયન ગોથીક સ્ટાઇલમાં હોવાના કારણે વિદેશમાંથી અનેક પ્રવાસીઓ તથા આર્કિટેક્ચર આ મહેલની મુલાકાત લેવા આવે છે.
વિલ્કીન્સ નામના અંગ્રેજ એન્જિનિયર એ આ ત્રણ માળનો મહેલ બનાવ્યો હતો. જેમાં સૌથી નીચેના ભાગમાં કચેરી બીજા માળ પર દરબાર હોલ અને ત્રીજા માળ પર રાજ પરિવારનો નિવાસસ્થાન એ રીતે બાંધકામ કરવામાં આવેલું હતું.
કચ્છ રાજવંશ એ જાડેજા કુળ નું હતું અને 1510 થી લઈને 1948 સુધી અહીં જાડેજા રાજવંશે શાસન કર્યું હતું. આ પ્રાગમહેલ ની વાત કરવામાં આવે તો અહીં રાજ પરિવારના કુળદેવી મહામાયા માતાજી નું મંદિર પણ આવેલ છે કે જે પ્રાગ મહેલમાં આવેલા ટીલામેડી ની મધ્યમાં આવેલું છે.
નાગ પાંચમના દિવસે અહીંથી ભુજયા ડુંગર સુધી યાત્રા પણ નીકળતી જોવા મળે છે જેમાં આખું શહેર જોડાતું હોય છે. હાલ પ્રવાસન વિભાગ દ્વારા આ મહેલના બીજા અને ત્રીજા મળને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
અહીં રાજાશાહી અને તે સમયની બેઠક વ્યવસ્થા હજુ પણ અકબંધ જોવા મળે છે તો પ્રદર્શનમાં રાજાશાહી સાથે જોડાયેલી વિવિધ વસ્તુઓ, તસવીરો, ગાડાઓ વગેરે અહીં પ્રદર્શનમાં મૂકવામાં આવેલા છે.
બીજા માળ ઉપર દરબાર ગઢ આવેલ છે તો ત્રીજા માળ પર એક ખુલ્લી અગાસી પણ આવેલી છે કે જેના ઉપરથી આખું ભુજ શહેરનો નજારો નિહાળી શકાય છે. આ ઉપરાંત અહીં એ સમયે બનેલો જર્મની નો ઘડિયાળનો ટાવર પણ આવેલો છે જેના ડંકા આખા શહેરમાં સંભળાતા હતા પરંતુ જે હાલમાં બંધ હાલતમાં જોવા મળે છે.
માત્ર અહીં પ્રવાસીઓ જ નહીં પરંતુ ફિલ્મ માટે પણ આ એક સ્થળ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. ગુજરાતી મુવી ઉપરાંત હમ દિલ દે ચૂકે સનમ અને લગાન જેવી હિન્દી ફિલ્મોનું શૂટિંગ પણ અહીં કરવામાં આવેલું છે. આમ જો તમે કચ્છ જાવ તો ભુજમાં આવેલા પ્રાગ મહેલની મુલાકાત જરૂરથી લેજો.