વડોદરાની મહિલાએ ૯૦ દિવસમાં આ રીતે ઘટાડ્યું ૨૧ કિલો વજન ! ફક્ત આ કામ કર્યું કે…જાણીલો આ મહિલાની ટીપ્સ

વડોદરાની મહિલાએ ૯૦ દિવસમાં આ રીતે ઘટાડ્યું ૨૧ કિલો વજન ! ફક્ત આ કામ કર્યું કે…જાણીલો આ મહિલાની ટીપ્સ

મિત્રો જીવનમાં આપનું ધારેલું લક્ષ્ય હાંસિલ કરવા માટે ખુબજ મહેનત અને સંઘર્ષ કરતા હોઈએ છીએ. અને જીવનમાં આપણને આ મહેનત અને સંઘર્ષ કર્યા બાદ સફ્લાતનો સ્વાદ જરૂર ચાખવા મળતો હોઈ છે. તેવીજ રીતે આજે તમને એક મહિલા વિષે જણાવીશું જેણે કંઇક તેવાજ સંઘર્ષ અને જીવનની બધીજ મુશ્કેલીઓનો સામનો કરીને હાંસિલ કર્યું છે. આ મહિલાની કહાની તને નીચે મુજબ વિગતે જણાવીએ.

આ કિસ્સો વડોદરા માંથી સામે આવી રહ્યો છે જ્યાં હાલમાંજ ફરજ બજાવતા પોલીસ જવાનોનું મેદ્કાલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ મેડીકલ ચેકાપમાં અંદાજે કુલ 2000 જેટલા પોલીસ જવાન અનફીટ નોંધાયા હતા. જે બાદ આ જવાનોની તંદુરસ્તી માટે ખાસ યોગ નિષ્ણાંત અને ડાયેટિશય નના માર્ગદર્શન હેઠળ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આમ તમને જણાવીએ તો આમાં એક ASI ભારતીબેને 90 દિવસમાં 89.5 કિલો વજનમાંથી 21 કિલો વજન ઘટાડ્યું છે. જેથી વડોદરા પોલીસ કમિશનરે ‘ કોપ ઓફ ધ મન્થ ’ તરીકે સન્માન કરી તેમને મનપસંદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપ્યું છે તેમજ આ સાથે ભારતીબેને જણાવ્યું હતું કે, ‘હું છેલ્લા 27 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવું છું. કોરોનાકાળમાં અકસ્માતના કારણે વધુ પડતા આરમથી વજન વધી ગયું હતું. જેમાં મારુ વજન 89.5 થઈ ગયું. જેમાં પોલીસ કમિશનર દ્વારા ખાસ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો.’

વધુમાં ભારતીબેને જણાવ્યું કે ‘વજન ઉતાર્યા બાદ મને રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં જાહેર કર્યા અને મને વારસિયા પોલીસ સ્ટેશનમાંથી મને ગમતું હરણી પોલીસ સ્ટેશન માટે ફરજ સોંપવામાં આવી છે. જેને લઈને હું ખુબજ ખુશ છું. વજન ઘટવાને કારણે જાણે કે પોતાનામાં એક અલગ જ પ્રકારની સ્ફૂર્તિ આવી ગઈ છે.જોકે જેને લીધે હવે થાક પણ નથી લાગતો અને વધુ કામ કરવાની ઈચ્છા થાય છે.મારી ચરબીએ શક્તિમાં રૂપાંતરિત થઈ ગઈ છે. અઠવાડિયામાં બે દિવસ યોગા માટે હું જતી હતી. મેં મારું ડાયટ ચાલુ રાખ્યું છે.’

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *