બાળકોમાં આ છે ઓમીક્રોનના લક્ષણ, દેખાતા જ થઈ જાઓ સાવધાન

બાળકોમાં આ છે ઓમીક્રોનના લક્ષણ, દેખાતા જ થઈ જાઓ સાવધાન

કોરોના વાયરસના ડેલ્ટા વરિયન્ટ બાદ હવે ઓમીક્રોન વેરિયન્ટનું જોખમ દેશમાં વધી ચૂક્યું છે. ભારતમાં ઓમીક્રોનથી સંક્રમિત થયેલા લોકોનો આંકડો 2135ને પાર પહોંચી ગયો છે. કોરોના વાયરસના અલગ અલગ વેરિયન્ટ બાદ ઓમીક્રોને વાલીઓમાં ચિંતા વધારી દીધી છે કેમ કે ઓમીક્રોન બાળકોને પણ ઝપેટમાં લઈ રહ્યો છે. આ કારણે ઘણા દેશોમાં બાળકોને પણ વેક્સીન આપવામાં આવી રહી છે. ભારતમાં પણ 3 જાન્યુઆરીથી 15-18 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સીનેશનની શરૂઆત કરી દેવામાં આવી છે.

એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ અત્યાર સુધી ઓમીક્રોનના સામાન્ય લક્ષણ નજરે પડી રહ્યા છે છતા પણ બધાએ સાવધાન રહેવાની જરૂરિયાત છે. દિલ્હીના ડૉ. વિકાસ મોર્યએ કહ્યું કે આજ કાલ કોરોના પોઝિટિવ લોકોમાં તાવ, ગળામાં ખારાશ અને ખાસી જેવા લક્ષણ નજરે પડી રહ્યા છે. યુવા અને બાળકો બંનેમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે પરંતુ તેમાંથી મોટા ભાગના લોકોમાં ખૂબ સામાન્ય લક્ષણ છે. બાળકોમાં તાવ, ખાસી, ગળામાં ખારાશ અને ગળામાં દુઃખાવો જેવા લક્ષણ સૌથી વધારે જોવા મળી રહ્યા છે.

સંક્રમિત થયા બાદ શરીરમાં એન્ટિબોડી ડેવલપ થઈ જાય છે જેથી ફરીથી સંક્રમિત થવાનું જોખમ ઓછું થઈ જાય છે. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ બાળકોમાં સંક્રમણ વિકસિત થવાનું જોખમ સતત બનેલું રહે છે કેમ કે તેઓ અત્યાર સુધી સંક્રમિત થયા નથી પરંતુ અત્યાર સુધી બાળકો પર કોરોનાનો પ્રભાવ ઘણો ઓછો રહ્યો છે. મુંબઈના ડૉ. હરીશ ચાફલેના જણાવ્યા મુજબ ઓમીક્રોન અને ડેલ્ટા વેરિયન્ટના કારણે દેશમાં સંક્રમીતોની સંખ્યા સતત વધી રહી છે.

ઓમીક્રોનથી બાળકો અત્યારે એટલા પ્રભાવિત નથી જેટલા વયસ્ક તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે પરંતુ બાળકોમાં સંક્રમણનું જોખમ અત્યારે પણ છે કેમ કે તેઓ અત્યાર સુધી તેની ઝપેટમાં આવ્યા નથી. જેમ કે આપણે જણીએ છીએ કે ઓમીક્રોન વેરિયન્ટ ખૂબ સંક્રામક છે અને તે એ લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે જે પબ્લિક પ્લેસમાં જઈ રહ્યા છે. બાળકોમાં ઓમીક્રોનના જે લક્ષણ દેખાઈ રહ્યા છે તે મુખ્યત શરીરમાં શ્વાસ લેવાના માર્ગના સંક્રમણ સાથે જોડાયેલા છે.

જેમ કે નાક વહેવું, ગળામાં દુઃખાવો, શરીરમાં દુઃખાવો, સૂકી ખાસી અને તાવ. બાળકોને સંક્રમણથી બચાવવાની સૌથી સારી રીત છે તેમને પબ્લિક પ્લેસમાં જતા રોકવામાં આવે. ઘરથી બહાર નીકળવા પર માસ્ક પહેરવા કહેવામાં આવે. ઘરે આવીને હાથ ધોવા માટે પણ કહેવામાં આવે. તો વયસ્કોની પણ જવાબદારી બને છે કે તેઓ પણ માસ્ક પહેરે અને બાળકોની સુરક્ષા માટે પબ્લિક પ્લેસવાળી જગ્યાઓ પર જતા રોકે.

જ્યાં સુધી બાળકોની સુરક્ષાનો સવાલ છે તો આપણે જાણીએ છીએ કે માસ્ક પહેરવું સૌથી સારી રીત છે જેથી તેમને કોઈ પણ સંક્રમણથી બચાવી શકાય છે એટલે ઘરના બધા સભ્યોએ સારી રીતે માસ્ક પહેરવું જોઈએ જેથી બાળકો પણ સારી રીતે માસ્ક પહેરવાનું શીખે. એ સિવાય સમય સમય પર હાથ સાફ કરો જેથી બાળકો તમને ફોલો કરતા હાઇજીનનું ધ્યાન રાખે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *