ગુજરાતની આ એવી જગ્યા જ્યાં સૌથી ઊંચો સનસેન્ટ પૉઇન્ટ આવેલ છે, અને બંધ પડેલી ગાડી ઢાળ ચડવા લાગે ! જાણો આ ખાસ જગ્યા ક્યા આવેલી છે ?

ગુજરાતની આ એવી જગ્યા જ્યાં સૌથી ઊંચો સનસેન્ટ પૉઇન્ટ આવેલ છે, અને બંધ પડેલી ગાડી ઢાળ ચડવા લાગે ! જાણો આ ખાસ જગ્યા ક્યા આવેલી છે ?

આપણે જાણીએ છે કે, આ ગુજરાતની ધરા પર અનેક એવા સ્થળો આવેલા છે જે ખૂબ જ અદભુત છે. સફેદ રણનો અલભ્ય નજારો માણવા સૌ કોઈ આવે છે પરંતુ અહીંયા કાળો ડુંગર અતિ નયન રમ્ય છે.

કચ્છનો સૌથી ઊંચો ડુંગર પણ છે. કચ્છનો મુગટ કહેવતો કાળો ડુંગર એ ભુજથી 70 કિલોમીટરના અંતરે આવેલો છે. કચ્છનો કૈલાશ પર્વત કહેવાતો આ ડુંગર 229 ચો. માઈલ વિસ્તારમાં ફેલાયેલો છે જેની ઉંચાઈ 462 મીટર છે.

આ સ્થળ એક પ્રવાસન સ્થળની સાથે એક યાત્રાધામ હોવાથી વર્ષભરમાં અહીં લાખો લોકો મુલાકાતે આવે છે.કાળો ડુંગરની ચોટ પર ગુરુ દત્તાત્રેયનો મંદિર આવેલો છે. કહેવાય છે કે બલુચિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાજીના દર્શને જતી વેળાએ ગુરુ દત્તાત્રેયના પગલાં આ ડુંગર પર પડ્યા હતા.

તે સમયના પગલાંની યાદગીરીના સ્વરૂપે અહીં પાદુકા સ્થાપવામાં આવી છે. અન્ય એક દંતકથા મુજબ ગુરુ દત્તાત્રેય દ્વારા અહીં સાધના કરવામાં આવી હતી અને તેમના દ્વારા જે કોઈ પણ અહીં આવે તેમને પ્રસાદ મળતો.

કહેવાય છે કે એક વખત એક ભૂખ્યો શિયાળ તેમની પાસે આવ્યો પણ તેમની પાસે એને આપવા માટે કંઈ ભોજન ન હોતાં, તેમણે પોતાના શરીરનો એક અંગ શિયાળને અર્પિત કર્યો હતો.

તો જંગલી શિયાળ પણ અર્પિત થયેલ અંગને આરોગ્ય વગર પાછો ચાલ્યો ગયો હતો. ત્યારથી અહીં આવેલા લોંગ ઓટલા પર હરરોજ ગુરુ દત્તાત્રેયને ધરાવતો નૈવેદ્ય મીઠી ભાત શિયાળોને પણ આપવામાં આવે છે.

કાળો ડુંગરને મેગ્નેટિક હિલ પણ કહેવામાં આવે છે. કાળો ડુંગર ચઢતી વેળાએ રસ્તામાં એક સ્થાન એવું આવે છે જ્યાં ગાડીને બંધ કર્યા છતાં પણ ગાડી આપમેળે ચઢાણ પર ચઢે છે.

બાળપણથી શીખેલા ગુરુત્વાકર્ષણ બળની વ્યાખ્યા અહીં કામ કરતી નથી. આ પાછળનું કારણ છે અહીંની જમીનમાં રહેલા મેગ્નેટિક ફિલ્ડ. લદાખ બાદ કચ્છના આ કાળો ડુંગર પર જ આ મેગ્નેટિક હિલનો અનુભવ કરવા મળે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *