રાજકોટના આ પરિવાર ‘વહાલુડી વિવાહમાં’ દીકરીઓને આટલું તોલા સોનું દાન કરશે, જાણો કોણ છે શિવલાલભાઈ આદ્રોજા..
ગુજરાતમાં અનેક એવા બિઝનેસમેન છે, જેઓ ખૂબ જ સેવાનાં કાર્યો કરતા હોય છે. હાલમાં જ જાણવા મળ્યું છે કેશીવલાલભાઈ આદ્રોજા અને રેવાબેન આદ્રોજા પરિવાર ‘વહાલુડી વિવાહ’ ના દાતા બન્યા છે. આ પરિવાર દ્વારા આ પહેલી સેવાની કામગીરી નથી, આ પહેલા પણ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા અત્યાર સુધીમાં ચાર વહાલુડીનાં વિવાહ યોજાયા છે.
ચાલુ સાલ 2022 નો વહાલુડીના વિવાહનો લગ્નોત્સવ આગામી તા. 18 ડીસેમ્બરને રવિવારનાં મુખ્ય અસંખ્ય શહેર શ્રેષ્ઠીઓની હાજરીમાં જાજરમાન રીતે યોજાવાનો છે. આ વહાલુડીનાં વિવાહમાં પ્રત્યેક દીકરીઓને સમૃધ્ધ કરીયાવર ભેટ આપવામાં આવે છે. જેમાં સોના ચાંદીનો પણ સમાવેશ થાય છે, ત્યારે ચાલુ વર્ષે આદ્રોજા પરિવારે એક અનોખી જાહેરાત કરી છે. આદ્રોજા પરિવારના મોભી શિવલાલભાઈ આદ્રોજા તેમજ તેમના પત્ની રેવાબેન આદ્રોજાની ઈચ્છા અનુસાર પ્રત્યેક દીકરીઓને એક તોલું સોનાની ભેટ આપવાની જાહેરાત કરી છે.
તેમની આ જાહેરાતને તેમના પરિવારજનો પુત્ર-પુત્રવધુઓ અશ્વીનભાઈ આદ્રોજા, રંજનબેન આદ્રોજા, કિરીટભાઈ આદ્રોજા, વર્ષાબેન આદ્રોજા, જીજ્ઞેશભાઈ આદ્રોજા અને તૃપ્તીબેન આદ્રોજા તેમજ પૌત્ર-પૌત્રીઓએ સમર્થન આપ્યું છે અને ખરેખર આ પરિવાર દરેક માટે પ્રેરણાદાયી બન્યો છે. આ પરિવાર વિશે અમે તમને સંપૂર્ણ માહિતી જણાવી.
શિવલાલભાઈ આદ્રોજા બાંધકામ, પાઈપ, કેબલ અને પંપના ધંધા સાથે સંકળાયેલા છે અને તેઓ મુળ મોરબી પાસે આવેલ લાલપર ગામના વતની છે. હાલમાં તેઓ રાજકોટ રહે છે અને રાજકોટની કર્મભૂમી બનાવી સખત મહેનત અને પુરૂષાર્થથી આગળ આવી ઉદ્યોગ જગતમાં આદરભર્યુ સ્થાન મેળવ્યું છે. આજે તેઓ અસંખ્ય સંસ્થાઓ સાથે, જ્ઞાતીની અનેક સેવા સંસ્થાઓ સાથે તન મન અને ધનથી સીધા સંકળાયેલા છે.