અમદાવાદના આ દિવ્યાંગ યુવકે પેરા વેઇટલિફ્ટર પ્રેક્ટિસ અને આહાર માટે ફૂડ ડિલિવરી ચાલુ કરી બીજા યુવકો માટે પ્રેરણારૂપ સાબિત બન્યા.

અમદાવાદના આ દિવ્યાંગ યુવકે પેરા વેઇટલિફ્ટર પ્રેક્ટિસ અને આહાર માટે ફૂડ ડિલિવરી ચાલુ કરી બીજા યુવકો માટે પ્રેરણારૂપ સાબિત બન્યા.

હાલના સમયમાં બધા જ લોકો તેમના જીવનમાં આગળ વધવા માટે દિવસ રાત મહેનત કરતા હોય છે અને તેમના જીવનમાં આગળ વધતા હોય છે. ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય અને આ કહેવતને એક અમદાવાદના યુવકે સાચું સાબિત કરી બતાવ્યું છે.

આજે બધા જ લોકોને તેમના જીવનમાં એકના એક ઈચ્છા હોય છે.આ સાથે સપનાઓ પણ ઘણા હોય છે અને તેને પુરા કરવા માટે લોકો આગળ મહેનત કરતા હોય છે. એવી જ રીતે અમદાવાદના ૨૩ વર્ષીય માયાભાઈ જેઓ ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ૨ વાર સિલ્વર મેડલ જીતી ચુક્યા છે.

તેઓ હાલમાં BPA ના ITI ના વિદ્યાર્થી છે તેઓની હિંમતને ખરેખર સલામ છે કેમ કે તેઓ દિવ્યાંગ છે.તેમ છતાં આ રમત માટે તેઓ તેમની ફૂડની વ્યવસ્થા કરવા ફૂડ ડિલિવરી કરવા માટે પણ જાય છે અને તેથી તેઓ તેમનું જરૂરી ફૂડ લઇ શકે.

માયાભાઇ એક બેટરીથી ચાલતી બાઈક લઈને આ ફૂડ ડિલિવરી કરવા માટે જાય છે અને તેમાંથી મહેનત કરીને તેઓ પાવરલિફ્ટિંગ માટે ફૂડ લઇ શકે અને તેમની તૈયારી કરી રહ્યા છે.

આમ તેમની મહેનતને ખરેખર સલામ છે આ કામ કરવા માટે તેમને વહીલચેર પણ છે જે એક લાખની છે અને તેમને આ બેટરીથી ચાલતી સાધન કોઈ દાતાએ ભેટમાં આપ્યું છે. આમ તેમની આ હિંમત જોઈને બધા જ લોકોને તેમનાથી પ્રેરણા પણ મળે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *