Investment Idea of the day: નવા વર્ષના પ્રથમ દિવસે જ તેજીમાં આવ્યો આ સસ્તો બેન્કિંગ સ્ટોક, કમાણીની છે તક
સોમવારે 2023ના વર્ષનો પ્રથમ ટ્રેન્ડિંગ દિવસ હતો અને પ્રથમ દિવસની શરૂઆત હકારાત્મક રહી છે. ભારતીય સ્ટોક માર્કેટ ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. સોમવારે સેન્સેક્સ 327 પોઈન્ટ ઉછળ્યો હતો અને દિવસના અંતે 61,167 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ પણ 92 પોઈન્ટ ઉછળીને 18,197 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
સોમવારે નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસે જ આઈડીએફસી ફર્સ્ટ બેંક (IDFC First Bank)ના સ્ટોકમાં તેજી જોવા મળી હતી. પ્રથમ દિવસ આઈડીએફસી ફર્સ્ટ બેંક (NSE Code: IDFCFIRSTB) માટે અદ્દભુત રહ્યો હતો.
ટ્રેડિંગ સેશનના પ્રથમ કલાકમાં જ સ્ટોકમાં ભારે ખરીદી જોવા મળી હતી અને તેમાં ચાર ટકાનો ઉછાળો નોંધાયો હતો.
ટીમ ઈન્ડિયા માટે ખુશખબર, શ્રીલંકા સામે વન-ડે સીરિઝથી કમબેક કરશે જસપ્રિત બુમરાહ
ટેકનિકલી જોઈએ તો ટેકનિકલ ચાર્ટ પર આ સ્ટોકમાં મજબૂત વી-શેપ રિકવરી જોવા મળી હતી. છેલ્લા છ ટ્રેડિંગ દિવસમાં આ સ્ટોકમાં 16 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. તેનું વોલ્યુમ એવરેજથી ઉપર છે અને 10-દિવસ અને 30-દિવસના એવરેજ વોલ્યુમ કરતાં વધારે છે. આ સ્ટોક હાલમાં તેની તમામ મહત્વની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે અને તમામ ટાઈમફ્રેમ્સમાં તેજી જોવા મળી રહી છે.
MACD બૂલિશ ક્રોસઓવર દેખાડી રહ્યો છે જ્યારે 14-દિવસ RSI (60.23) તેની બૂલિશ ટેરિટરીમાં છે જે ટેકનિકલરી રીતે પોઝિટિવ માનવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે લોંગર ટાઈમફ્રેમમાં પણ આવી જ તેજી જોવા મળી રહી છે. સ્ટોકમાં જુલાઈ 2022 સુધી આવી ખરીદી ચાલું રહેશે.
ગત વર્ષે આ સ્ટોકે 20 ટકાથી વધારેનું રિટર્ન આપ્યું હતું અને તેના હરીફ કરતા શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. મોમેન્ટમ પણ મજબૂત છે અને રોકાણકારોએ કમાણીની તક ગુમાવવા જેવી નથી. આઈડીએફસી ફર્સ્ટ બેંક પ્રાઈવેટ સેક્ટરની અગ્રણી બેંકોમાં સામેલ છે અને ટ્રેઝરી, કોર્પોરેટ તથા હોલસેલ બેન્કિંગમાં પોતાની હાજરી ધરાવે છે. તેનું માર્કેટ કેપિટલાઈઝેશન 38,000 કરોડ રૂપિયા છે.