લુણાવાડાના આ દીકરાએ કમાલ કરી દીધો, કોઈપણ ટ્યુશન વગર NEET ની પરીક્ષા માં આખા જિલ્લામાં પ્રથમ નંબરે પાસ કરી ઇતિહાસ રચી દીધો…

લુણાવાડાના આ દીકરાએ કમાલ કરી દીધો, કોઈપણ ટ્યુશન વગર NEET ની પરીક્ષા માં આખા જિલ્લામાં પ્રથમ નંબરે પાસ કરી ઇતિહાસ રચી દીધો…

દરેક માતા પિતાનું સપનું હોય કે તેમાં બાળકો ભણી ઘણીને તેમનું નામ રોશન કરે. ઘણા એવા બાળકો હોય છે કે જે પોતાના માતા પિતાનું નામ રોશન કરવા માટે રાત દિવસ મહેનત કરતા હોય છે. આવી જ એક ઘટના લુણાવાડાથી સામે આવી છે.

લુણાવાડામાં એક દીકરાએ પોતાની મહેતનથી એવું મુકામ હાસિલ કર્યું કે આજે માતા પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ.પાર્થે પટેલ નામના દીકરાએ NEET ની પરીક્ષા ૭૦૦ માંથી ૫૯૪ માર્ક્સ મેળવીને પાસ કરતા આખા મહીસાગર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવીને પોતાની શાળા અને પોતાન માતા પિતાનું નામ રોશન કર્યું.

પાર્થના માતા પિતા બંને શિક્ષક છે અને તેના પિતાએ જણાવ્યું કે તેને શાલ સિવાય બીજી કોઈ જગ્યાએ ટ્યુશન નહતું બંધાવ્યું.તેને પોતાની જાતે જ ખુબજ મહેનત કરી છે અને આજે મુકામ હાસિલ કર્યું છે. માતા પિતાએ જણાવ્યું કે તેમનો દીકરો ભણવામાં ખુબજ હોશિયાર છે.

માટે તેને કોઈપણ ટ્યુશન વગર આ મુખમાં હાસિલ કરીને ઇતિહાસ રચી દીધો છે. શાળામાં NEET ની પરીક્ષા પ્રત્યે જે પણ ભણાવવામાં આવતું હતું તેની પર જ તે ધ્યાન આપતો હતો અને ઘરે આવીને મોડે સુધી વાંચતો.

પાર્થની ઈચ્છા છે કે તે સારી એવી કોલેજમાં MBBS કરવા માંગે છે. સારો ડોકટર બનીને લોકોની સેવા કરવા માંગે છે. આજે માતા પિતા પોતાના દીકરાની સફળતાથી ખુઅબજ ખુશ છે. પાર્થે જણાવ્યું એક તેના માતા પિતાએ પણ તેને ખુબજ સપોર્ટ આવ્યો છે. તેના લીધે જ તે આજે આ મુકામ સુધી પહોંચી શક્યો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *