રશિયાની આ ભુરીએ પોતાના મુસ્લિમ પતિને મૂકીને હિન્દુ યુવક સાથે સગાઈ કરી…જાણો યુવતી સાથે એવું તો શું થયું હશે કે તેને હિન્દુ યુવક સાથે સગાઈ કરી…

રશિયાની આ ભુરીએ પોતાના મુસ્લિમ પતિને મૂકીને હિન્દુ યુવક સાથે સગાઈ કરી…જાણો યુવતી સાથે એવું તો શું થયું હશે કે તેને હિન્દુ યુવક સાથે સગાઈ કરી…

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ઘણા કિસ્સાઓ સાંભળીને આપણે હચમચી જતા હોય એ છીએ. ત્યારે આજે આપણે એક તેવા જ કિસ્સા વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક રશિયાની યુવતીએ પોતાના મુસ્લિમ પતિને મૂકીને હિન્દુ યુવક સાથે સગાઈ કરી લીધી છે. જેના ફોટા પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

તો ચાલો જાણીએ રશિયાની યુવતીએ શા માટે પોતાના મુસ્લિમ પતિને મૂકી દીધો. આ રશિયાની યુવતીની બે કહાનીઓ છે. જેમાંથી પહેલી કહાનીની વાત કરીએ તો તેનો મુસ્લિમ પતિ તેને વારંવાર ઇસ્લામ કબુલ કરવા માટે દબાણ કરતો હતો. જેનાથી કંટાળીને યુવતીએ પોતાના મુસ્લિમ પતિને મૂકી દીધો હતો. પોતાના પતિથી અલગ થયા બાદ રશિયાની યુવતી ભગવાન શ્રીકૃષ્ણની ભક્ત બની ગઈ હતી.

ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિના કારણે રશિયાની યુવતી પોતાના મુસ્લિમ પતિ સાથે છૂટાછેડા પણ કરી લીધા હતા. રશિયાની યુવતીને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિની એવી લગની લાગી કે તે પોતાનો દેશ છોડીને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના માયાપુર શહેરમાં રહેવા માટે આવી ગઈ. અહીં યુવતી ને એક ભારતીય યુવક સાથે પ્રેમ થઈ ગયો અને ત્યારબાદ બંને સગાઈ પણ કરી લીધી છે.

હાલમાં બંનેની સગાઈ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. રશિયા થી ભારત આવેલી યુવતીનું નામ સ્વેત્લાના ઓચિલોવા છે અને તે એક ગ્રાફિક્સ ડિઝાઈનર છે. તેણીએ સૌપ્રથમ એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા. બંનેનો એક પુત્ર પણ છે. પરંતુ લગ્ન બાદ સ્વેત્લાના ઓચિલોવાને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ લાગી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર વર્ષ 2012માં તે પ્રથમ વખત ભગવાન શ્રીકૃષ્ણના ભક્તોને મળી હતી અને ત્યારબાદ તેને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનો રંગ લાગી ગયો હતો. જેના કારણે તેને પોતાના પતિ સાથે ઝઘડો પણ થવા લાગ્યો હતો. તેને પોતાના પહેલા પતિ વિશે વાત કરતા જણાવ્યું કે, તે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિથી નફરત કરતો હતો. આટલું જ નહીં પરંતુ ભગવાનના ભક્તોને મળવાથી પણ રોકતો હતો અને ઘણી વખત મારી ધુલાઈ પણ કરતો હતો.

તે મને ઇસ્લામ સ્વીકારવા માટે સતત દબાણ કરતો હતો. પતિ સાથે થતા અવારનવાર ઝઘડાઓના કારણે સ્વેત્લાના ઓચિલોવા કંટાળી ગયા અને તેને પોતાના પતિનું ઘર મૂકી દીધું હતું. ત્યારબાદ તે પોતાના માતા પિતા સાથે રહેવા લાગી હતી. 2016માં તેને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિના માર્ગે આગળ જવાનું નક્કી કર્યું હતું અને એક વર્ષ સુધી તે પોતાના પતિથી અલગ રહી હતી.

તેને વધુમાં જણાવ્યું કે 2017માં મારા પતિએ મારા સાથે આરામથી વાત કરી હતી. તેને મને ભગવાન શ્રી કૃષ્ણ અને પતિ વચ્ચે એકને પસંદ કરવાનું કહ્યું હતું. ત્યારે મેં ભગવાન શ્રીકૃષ્ણને પસંદ કર્યા હતા. પછી અમે બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ સ્વેત્લાના ઓચિલોવા ભારત રહેવા માટે આવી ગઈ હતી. અહીં તેને એક ભારતીય યુવક સાથે પ્રેમ થઈ ગયો અને ત્યારબાદ બંને સગાઈ પણ કરી લીધી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *