કરોડોના બંગલામાં રહેતું અમદાવાદનું આ દંપતી આ કારણથી આજે ફૂટપાથ પર નાસ્તો વહેંચે છે…આવું કરવા માટે હિંમત જોઈએ.
જીવનમાં બનેલી અમુક ઘટનાઓ મનમાં ઘર કરીને બેસી જાય છે અને તેનાથી અમુકવાર વ્યક્તિનું આખું જીવન પણ બદલાઈ જતું હોય છે. આવું જ કઈ અમદાવાદના બિપિન ભાઈ સાથે બન્યું હતું અને તે ઘટનાએ બિપિન ભાઈનું આખું જીવન બદલી નાખ્યું.
તે કરોડો રૂપિયાના બંગલામાં રહે છે. તો પણ આજે ફૂટપાથ પર કોઈપણ શરમ રાખ્યા વિના નાસ્તો વહેંચે છે.તેમને જોઈને તો લોકોને એકવાર લાગે કે પરિવારના ભરણ પોષણ માટે તે આ કામ કરતા હશે પણ એવું જરાય નથી.
તે લોકોની સ્વાર્થ સારું રહે અને તેમને હાઈજેનીક ફૂડ ખાવા મળે. બિપિન ભાઈ પોતે એક એન્જીનીર છે અને તે UK માં રહેતા હતા. એ સમયે તેમને ખુબજ ચટાકેદાર ખાવાનો શોખ હતો અને તે હાઇજીનનું કોઈ ધ્યાન નહતા રાખતા.
માટે તે બીમાર પડી ગયા અને ડોકટરને તાપસ કરાવતા જાણવા મળ્યું કે તેમને હ્રદયની તકલીફ છે અને તેમને એનજીઓ પ્લાસ્ટી કરવી પડશે અને તેમને તે સમજાયું કે સારો ખોરાક ખાવો કેટલો મહત્વનો છે.
માટે આજે તે લોકોનું સ્વસ્થ જળવાઈ રહે તેની માટે ઘરે બનાવેલો શુદ્ધ નાસ્તો વહેંચે છે. તે આજે કરોડરૂપિયાની સંપત્તિના માલિક છે.તો પણ કોઈપણ જાતની શરમ રાખ્યા વિના પોતાની પિતાની સાથે શુદ્ધ અને હાઇજિનિક નાસ્તો વહેંચે છે.
લોકો તેમના આ કામને ખુબજ બિરદાવે છે. તે કહે છે કે મારે આનાથી એક પણ રૂપિયો નથી કમાવો. અમે જીવશું ત્યાર સુધી આ કામ કરીશું. આ પણ એક પ્રકારની સમાજ સેવા જ છે.