આ અભિનેત્રી ની નિખરતી સુંદરતા પર લટ્ટુ થયો ‘ટપુડો’ મુવી અને ટીવી સિરિયલ સાથે જોડાયેલ છે આ અભિનેત્રી, જુઓ તસ્વીર.
આપણે લોકો સૌ જાણીએ છીએ તેમ ભારતની પ્રખ્યાત કોમેડી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના જુના કલાકારો શો માંથી બહાર નીકળી રહ્યા છે અને નવા કલાકારો શોમાં આવી રહ્યા છે.
જ્યાર થી ટીવી સીરીયલ શરૂ થઈ ત્યારથી ટપુનું પાત્ર ભવ્ય ગાંધી નામના કલાકારે ભજવ્યું હતું પરંતુ ત્યારબાદ તેણે શોને અલવિદા કહી દીધું હતું. ભવ્ય ગાંધીની વાત કરવામાં આવે તો હાલમાં ભવ્ય ગાંધી ગુજરાતી મુવી તરફ વળી ગયો છે.
પરંતુ ભવ્ય ગાંધી ના અંગત જીવનની વાત કરવામાં આવે તો તેનું નામ પહેલા taarak mehta ka ooltah chashmah માં સોનુ નું પાત્ર ભજવનાર નિધિ ભાનુશાલી સાથે જોડાયેલું રહેતું હતું પરંતુ ભવ્ય ગાંધીએ તેના સંબંધોમાં પૂર્ણવિરામ લાવ્યું અને કહ્યું હતું કે તેના સંબંધો માત્ર એક સારા મિત્ર તરીકેના જ છે.
પરંતુ હાલમાં ભવ્ય ગાંધી ટીવી સિરિયલ ની અભિનેત્રી દિગંગના સૂર્યવંશી સાથે જોવા મળે છે. જાણવા મળ્યું કે ભવ્ય ગાંધી અને દિગંગના સૂર્યવંશી એક એવોર્ડ શો ના નાઈટ દરમિયાન મળ્યા હતા.
ત્યારથી તે બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ અને હાલમાં લોકો કહે છે કે તેઓ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ તે બંને તરફથી કોઈ હજુ આ બાબતે પ્રતિક્રિયાઓ આપવામાં આવેલી નથી.
જો દિગંગના સૂર્યવંશી ની વાત કરવામાં આવે તો તેને વર્ષ 2002માં બાળ કલાકાર તરીકે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે માત્ર સાત વર્ષની ઉંમરે ટીવી શો માં જોવા મળી હતી અને ત્યારબાદ તેને ખૂબ લાંબો બ્રેક લીધો ત્યારબાદ તેને એક વીર કી અરદાસ વીરા માં તેને પોતાનો અભિનય કર્યો હતો.
ત્યારબાદ તે વર્ષ 2015માં bigg boss ની સિઝન 9 માં પણ સ્પર્ધક તરીકે જોવા મળી હતી. તો તેને ત્યારબાદ વર્ષ 2018 માં ફિલ્મોમાં પણ ડેબ્યૂ કર્યું હતું. તેણે જલેબી અને ફ્રાઈડે જેવી હિન્દી ફિલ્મમાં ભાગ ભજવેલો છે. આ ઉપરાંત અભિનેત્રી એ હિન્દી ફિલ્મ રંગીલા રાજા માં અભિનેતા ગોવિંદાની મુખ્ય હિરોઈન તરીકે જોવા મળી હતી.
હાલમાં દિગંગન સૂર્યવંશી ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ ના શૂટિંગમાં વ્યસ્ત જોવા મળે છે. જેમાં તે અભિનેતા અર્જુન રામપાલ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આમ ટપુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીનું નામ હાલમાં દિગંગના સૂર્યવંશી સાથે જોડાયેલું જોવા મળે છે.