૮૧ વર્ષના આ વ્યક્તિએ તેમની બહેનને કેન્સરની બીમારી થતા બહેનનું દુઃખ ના જોઈ શકાયું તો એક સંસ્થા ચાલુ કરી આજે કેન્સરગ્રસ્ત લોકોને ફ્રીમાં સારવાર આપી માનવતા મહેકાવી રહ્યા છે.

૮૧ વર્ષના આ વ્યક્તિએ તેમની બહેનને કેન્સરની બીમારી થતા બહેનનું દુઃખ ના જોઈ શકાયું તો એક સંસ્થા ચાલુ કરી આજે કેન્સરગ્રસ્ત લોકોને ફ્રીમાં સારવાર આપી માનવતા મહેકાવી રહ્યા છે.

દુનિયામાં બધા જ લોકોને તેમના જીવનમાં નાની મોટી બીમારીઓનો સામનો કરવો જ પડતો હોય છે અને આ બીમારીઓનો સામનો કરીને લોકો તેમનું જીવન પસાર કરતા હોય છે. આજે બીમારીઓ થયા જ કરતી હોય છે પણ લોકોને તેની સારવાર કરવી ઘણી મોંઘી સાબિત થતી હોય છે.

આવા ઘણા પરિવારો વિષે આપણે જાણતા જ હોઈશું.આમ આજે એક એવા જ વ્યક્તિ વિષે જાણીએ જેઓએ તેમના પરિવારમાં તેમની બહેનને કેન્સરની બીમારી થઇ તો તેઓએ બીજા લોકોની મદદ કરવાનું નક્કી કરી લીધું હતું અને આજે પણ તેઓ આવા બીમાર લોકોની મદદ કરી રહ્યા છે.

અને માનવતા મહેકાવી રહ્યા છે. આ વ્યક્તિ ગ્રેટર ફરીદાબાદના રહેવાસી છે.તેઓનું નામ પંકજ બંગા છે તેઓ ૮૧ વર્ષના છે અને તેમની બહેન વીણા ગુપ્તાને વર્ષ ૨૦૧૩ માં કેન્સરની સમસ્યા થઇ હતી તો તેઓને એ સમયે ઘણું દુઃખ થયું અને તેઓએ ત્યારથી જ કેન્સરના દર્દીઓની મદદ કરવાનું નક્કી કરી લીધું હતું.

આમ તેઓએ ઘણી હોસ્પિટલમાં જાય છે અને દર્દીઓની મદદ કરી રહ્યા છે. આ કામમાં તેમને તેમના પરિવારના લોકો પણ મદદ કરી રહ્યા છે.તેઓ વર્ષ ૧૯૯૫ માં નેશનલ એકેડેમી ડિફેન્સના પ્રોડક્શન ડિરેક્ટરની ફરજ પરથી નિવૃત્ત થયા.

અને તેમની બહેનને કેન્સર થયા બાદ વર્ષ ૨૦૧૮ માં તેઓએ સરકોમા કેન્સર કેર ફાઉન્ડેશન નામની સંસ્થા બનાવી હતી જ્યાં બધા જ જરૂરિયાત મંદ લોકોની મદદ ચાલુ કરી દીધી હતી. પછી તેઓએ જુદા જુદા ગામોમાં જઈને કેન્સરના દર્દીઓને સારવાર આપવાનું ચાલુ કર્યું હતું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *