યુવકે પોતાના અટવાયેલા પૈસા માટે માં મોગલની માનતા રાખી.., માં મોગલની કૃપાથી યુવકના અટવાયેલા પૈસા પાછા મળી ગયા.. યુવક જ્યારે માનતા પૂરી કરવા મોગલ ધામ પહોંચ્યો હતો ત્યારે.., મણીધર બાપુએ કહ્યું હતું એવું કે…
આપણા દેશની અંદર ઘણા દેવી-દેવતાઓના મંદિર આવેલા છે, અને લોકો પોતાને આસ્થા અને શ્રદ્ધા પ્રમાણે પોતાના દેવી દેવતાઓને પૂજતા હોય છે, અને તેની ઉપર અતૂટ શ્રદ્ધા રાખતા હોય છે, તમને જણાવી દઈએ કે, માં તો માં કહેવાય છે. જ્યારે પણ દુનિયાનો અંત આવે છે. ત્યારથી માં મોગલ ની શરૂઆત થઈ જાય છે. તેમજ મા મોગલ નો મહિમા પણ અપરંપાર કહેવાય છે.
મા મોગલ ને તો અઢારે વરણ ની માતા કહેવાય છે. અને મા મોગલ ના પરચા ની તો વાત કરીએ તો, તેના પરચા તો અપરંપાર રહ્યા છે. જ્યારે જ્યારે પણ ભક્તોના જીવનની અંદર દુઃખ અને દર્દ આવે છે. ત્યારે માં મોગલ હંમેશા પોતાના ભક્તની રક્ષા કરતા હોય છે. ભક્તો પણ જ્યારે પોતાના જીવનમાં દુઃખ આવે છે. ત્યારે મા મોગલ ને અચૂક યાદ કરતા હોય છે.
અને કહેવાય છે કે, સાચા દિલથી જો માં મોગલ ને માનતા માનીએ, તો આપણું જીવન પણ ધન્ય ધન્ય થઈ જાય છે. આજ દિન સુધી માં મોગલ એ હજારો અને લાખો ભક્તોને પોતાના પરચા બતાવી ચૂક્યા છે. અને આજે પણ આપણે એક માં મોગલના પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક યુવકે પોતાની માનતાને પૂરી કરવા માટે કબરાઉ ધામ માં
આવેલા માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો હતો. અને ત્યારે તેમણે માનતા પૂરી કરી હતી. આ ઘટના ઉપરથી તમે પણ જરૂર કહેશો કે, માં મોગલ ની ઉપર જો શ્રદ્ધાને વિશ્વાસ રાખવામાં આવે તો, મા મોગલ હંમેશા રાજી થાય છે. અને તમને જણાવી દઈએ કે, કબરાઉ ધામ ની અંદર માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ સાક્ષાત રૂપે બિરાજમાન છે.
ત્યારે યુવાક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવી પહોંચ્યો હતો. અને 5000 રૂપિયા લઈને માં મોગલ ધામ મંદિરે પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો. ત્યારે મણીધર બાપુના યુવકે આશીર્વાદ લીધા હતા. અને મણીધર બાપુએ યુવકને પૂછ્યું હતું કે, દીકરા તે માં મોગલ શેની માનતા રાખી હતી. ત્યારે યુવકે જણાવ્યું હતું કે,
મારા ઘણા લાંબા સમયથી પૈસા અટવાયા હતા, અને તેનો નિકાલ થઈ રહ્યો નહોતો. તેને કારણે મેં માં મોગલ ની સાથે દિલથી શ્રદ્ધા રાખી હતી. અને માનતા રાખી હતી, તેનાથી મારી માનતા માં મોગલ એ પૂરી કરી છે. અને માનતા પૂરી કરવા માટે, હું અત્યારે અહીંયા આવ્યો છું. કહેવાય છે કે, માં મોગલ ની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવામાં આવે તો, માં મોગલ હંમેશા પોતાની ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.
અને મા મોગલ ને કોઈ પણ પ્રકારના દાન અથવા તો ભેટની જરૂર નથી. માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે. આ કોઈ પણ પ્રકારનો ચમત્કાર નથી. પરંતુ માં મોગલ ની ઉપર વિશ્વાસ રાખવામાં આવ્યો છે. તેનાથી યુવકનું કામ થયું છે,
મણીધર બાપુ એ પણ યુવક ના આપેલા ₹5,000 ની અંદર એક રૂપિયો ઉમેરીને પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે, આ પૈસા તારી દીકરીને આપી દે જે. મા મોગલ તારી માનતા 100 ગણી સ્વીકારી લીધી છે. તેમજ આ કોઈ ચમત્કાર નથી, માત્ર મા મોગલ ની ઉપર જે તે વિશ્વાસ રાખ્યો છે, તેનાથી આ કામ થયું છે, જય માં મોગલ
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.