NRI પતિ એ લગ્ન ના 15-દિવસ બાદ આપ્યો મોટો દગો પરંતુ મહિલા એ હિંમત ના હારી IAS ઓફિસર બની અને આજે તે,
આજે પણ આપણા સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે ખૂબ જ દુઃખ ભર્યો વ્યવહાર કરવામાં આવતો હોય છે. એવી જ એક કહાની અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં રહેતી કોમલ ગણાત્રા નામની ભણેલી યુવતી સાથે ઘટના બનેલી છે. જાણવા મળ્યું કે અમરેલીના સાવરકુંડલામાં 1982 માં કોમલ ગણાત્રા નામની યુવતી નો જન્મ થયો. કોમલ એ ઓપન યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યું. 26 વર્ષની ઉંમરમાં કોમલ ના લગ્ન એનઆરઆઈ યુવક શૈલેષ સાથે થયા.
આ યુવક ન્યૂઝીલેન્ડમાં રહેતો હતો. જે વર્ષે કોમલ ના લગ્ન શૈલેષ સાથે થયા એ જ વર્ષે કોમલે ગુજરાત લોકસેવા આયોગની પરીક્ષા પાસ કરી પરંતુ તેના પતિ શૈલેષની ઈચ્છા હતી કે તે સરકારી નોકરી ના કરે અને તે પોતાની સાથે ન્યૂઝીલેન્ડમાં આવીને વસવાટ કરે. કોમલની પતિના કહેવા અનુસાર ઇન્ટરવ્યૂમાં ભાગ ન લીધો અને સરકારી નોકરી ગુમાવી દીઘી. બાદમાં માત્ર 15 દિવસ લગ્નના થયા અને પતિના પરિવાર દ્વારા તેને દહેજ બાબતે ત્રાસ આપવાનો શરૂ કરવામાં આવ્યું અને તેનો પતિ શૈલેષ ન્યૂઝીલેન્ડ જતો રહ્યો.
જે બાદ તેને ક્યારેય પણ કોમલનો સંપર્ક સાધ્યો ન હતો. કોમલ એ ન્યૂઝીલેન્ડ સરકારને પણ દરખાસ્ત કરી હતી કે તેને શોધવામાં મદદ કરે પરંતુ ત્યાંથી પણ તેને નિરાશા નો સામનો કરવો પડ્યો હતો. બાદમાં કોમલ તેના માતા પિતા સાથે રહેવા આવી ગઈ હતી. કોમલ એ પોતાના દુઃખને તાકાત બનાવી અને ફરી પાછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરી અને એક ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી શરૂ રાખીને કોમલ ગણાત્રાએ યુપીએસસી ની પરીક્ષા ની તૈયારીઓ શરૂ કરી.
ત્રણ વાર નિષ્ફળતાઓ મળી છતાં તે હિંમત ના હારી અને વર્ષ 2012માં યુપીએસસીની પરીક્ષામાં 591 માં રેન્ક મેળવીને તેને પોતાનું આઈએએસ બનવાનું સપનું પૂરું કર્યું. હાલમાં કોમલ ગણાત્રા નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલયમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે પોતાની ફરજ બજાવે છે. કોમલ ગણાત્રાએ પોતાના બીજા જીવનની શરૂઆત કરી અને બીજા યુવક સાથે લગ્ન કરીને આજે કોમલ ના ઘરે દીકરી પણ છે.
આમ ગણાત્રા કહે છે કે તે માનતી હતી કે જીવનમાં લગ્નથી બધું જ જીવન પરિપૂર્ણ થઈ જતું હોય છે પરંતુ તેની સાથે જે ઘટના બની ત્યારથી તેને સમજાઈ ગયું કે યુવતીઓના જીવનમાં માત્ર લગ્ન જ બધે બધું હોતું નથી તેને અનેક બાબતોમાં ઝંપલાવું પડતું હોય છે. કોમલ ની કહાની ખરેખર ઉદાહરણરૂપ જોવા મળે છે.