કોરોના અંગે સરકારની નવી ગાઈડલાઈન, આ દવાથી બચવા કહ્યું

કોરોના અંગે સરકારની નવી ગાઈડલાઈન, આ દવાથી બચવા કહ્યું

કોઈપણ કિંમતે આ દવાનો ઉપયોગ ટાળવા સૂચના, કેવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા તે અંગે પણ જણાવ્યું, 60 વર્ષથી વધુ ઉમરના લોકોને વધુ ખતરો.

દેશભરમાં કોરોના અને ઓમિક્રોનના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ક્લિનિકલ ગાઈડલાઈન્સમાં સુધારો કર્યો છે. નવી માર્ગદર્શિકા જારી કરીને, સરકારે ડોકટરોને કોવિડ દર્દીઓની સારવારમાં કોઈપણ કિંમતે સ્ટેરોઇડ્સનો ઉપયોગ ટાળવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે આ નવી માર્ગદર્શિકા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળના જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપ દ્વારા જારી કરવામાં આવી છે.

જાણો શું છે નવી માર્ગદર્શિકા: નવી માર્ગદર્શિકામાં એવું કહેવામાં આવ્યું છે કે જો દર્દીના ઉપરના શ્વસન માર્ગમાં કોરોનાના લક્ષણો ઉદભવે છે અને દર્દીને શ્વાસ લેવામાં અથવા હાઈપોક્સિયા જેવી સમસ્યા ન હોય તો તેને હળવા લક્ષણોમાં રાખવામાં આવે છે અને તેની સારવાર ઘરે જ કરાવવી જોઈએ. હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને જો પાંચ દિવસથી વધુ સમય સુધી શ્વાસ લેવામાં તકલીફ હોય અથવા ઉંચો તાવ હોય અથવા તીવ્ર ઉધરસ હોય તો તેમને ડૉક્ટર પાસે જવાની સલાહ આપવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિને સતત ઉધરસ રહેતી હોય અથવા બે-ત્રણ અઠવાડિયાથી સારું થતું ન હોય, તો તેણે ટ્યુબરક્યુલોસિસ અથવા તેના જેવા અન્ય કોઈ રોગ માટે પરીક્ષણ કરાવવું જોઈએ. જો દર્દીમાં ઓક્સિજન સૈચરેશન 90 થી 93 ટકાની વચ્ચે વધઘટ થતી હોય અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ. આ મધ્યમ લક્ષણો છે અને આવા દર્દીઓને ઓક્સિજન સપોર્ટ આપવો જોઈએ.

જો કોઈ દર્દીમાં રેસ્પિરેટરી રેટ 30 પ્રતિ મિનિટથી વધુ હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય અને ઓક્સિજન સૈચુરેશન ઓરડાના તાપમાનના 90 ટકાથી નીચે હોય, તો તે ગંભીર લક્ષણ તરીકે ગણવામાં આવશે અને દર્દીને ICUમાં દાખલ કરવો જોઈએ કારણ કે તેને રેસ્પિરેટરી સપોર્ટની જરૂર પડશે. જે લોકોને ઓક્સિજનની વધુ જરૂર પડશે અને શ્વાસ ધીમો ચાલતો હશે તેમણે Non-invasive ventilation-હેલ્મેટ અને ફેસ માસ્ક ઈન્ટરફેસ જરૂરિયાત પ્રમાણે લગાવવામાં આવે.

હળવાથી ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓમાં રેમડેસિવરના ઇમરજન્સી અથવા ‘ઓફ લેબલ’ ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. તેનો ઉપયોગ ફક્ત એવા દર્દીઓ પર જ થઈ શકે છે જેમણે કોઈ લક્ષણો હોવાના 10 દિવસની અંદર ‘રેનલ’ અથવા ‘હેપ્ટિક ડિસફંક્શન’ની ફરિયાદ નથી કરી.

સ્ટેરોઇડ્સના ઉપયોગ અંગે કેમ ચેતવણી આપી, આ સુધારેલી નવી માર્ગદર્શિકા જણાવે છે કે સ્ટીરોઈડ ધરાવતી દવાઓ જો જરિયાત પહેલા અથવા વધુ માત્રામાં અથવા લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો મ્યુકોર્માયકોસિસ અથવા બ્લેક ફૂગ જેવા ગૌણ ચેપનું જોખમ વધારી શકે છે.

60 વર્ષથી વધુ ઉમરના લોકોને વધુ ખતરો, તેમા કહેવામાં આવ્યું છે કે, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અથવા કાર્ડિયોવસ્કૂયલર રોગ, હાયપરટેન્શન, કોરોનરી આપ્ટરી બિમારી, ડાયાબિટીસ અથવા એચઆઈવી, ટ્યુબરક્યુલોસિસ, ક્રોનિક ફેફસાં, કિડની અથવા યકૃત રોગ, સેરેબ્રોવેસ્ક્યુલર રોગ અને ગંભીર સ્થૂળતા ધરાવતા લોકોમાં ગંભીર રીતે બિમારી પડવા અને મોતની આશંકા વધુ રહે છે.

admin

Leave a Reply

Your email address will not be published.