કલેકટરના ડ્રાઈવરની નોકરી કરતા પિતાના દીકરાએ ડેપ્યુટી કલેકટર બનીને પિતાની છાતીને ગજગજ ફુલાવી દીધી.
જે લોકોને પોતાના જીવનમાં કઈ કરવું છે તે તો પોતાના જીવનમાં કઈ કરી જ લેશે, પણ ઘણા લોકો હોય છે કે જે પોતાની પરિસ્થિતિઓને જોઈને પોતાના સપના મૂકી દેતા હોય છે. આજે અમે તમને એક એવા જ યુવક વિષે જણાવીશું કે જે આજે દેશના યુવાનો માટે એક પ્રેરણાના ઉત્તમ ઉદાહરણ બન્યો છે.
વ્યકતિ પોતાની મહેનત અને ઇચ્છાશક્તિથી પોતાનું મુકામ હાસિલ કરી શકે છે.આ યુવકનું નામ કલ્યાણ સિંહ છે અને તે ફખ્રપુરનો રહેવાસી છે. તેનો જન્મ ખુબજ ગરીબ પરિવારમાં થયો હતો.
કલ્યાણના પિતા કલેકટરને ત્યાં ડ્રાઈવરની નોકરી કરતા હતા. પોતાની સ્થિતિ સામાન્ય હોવા છતાં તેમને પોતાના દીકરાને કયારેય ભણવા બાબતે રોક્યો નથી. તેને જેમ કરવું હતું તેમ કરવા દીધું.
પરિવારની સ્થિતિ જોઈને કલ્યાણ સિંહે નક્કી કરી લીધું હતું કે તે મોટા સરકારી અધિકારી બનીને પોતાના માતા પિતાનું નામ રોશન કરશે. તેમને પોતાની કોલેજ દરમિયાન જ આ પરીક્ષાની તૈયી કરવાનું શરૂ કરી દીધું હતું.
આખરે તેમની મહેનત રંગ લાવી. કલ્યાણ UPPSC ની પરીક્ષા ૪૦ માં રેન્ક સાથે પાસ કરીને બધાને વિચારતા કરી દીધા.કલ્યાણનું સિલેક્શન ડેપ્યુટી કલેકટર તરીકે થયું છે. આજે દીકરાની સફળતા જોવા માટે માતા સાથે નથી પણ પિતા આજે ખુબજ ગર્વ મહેસુસ કરી રહ્યા છે કે તેમેં કદી નહતું વિચાર્યું કે તેમનો દીકરો ડેપ્યુટી કેલેકટર બનશે. માટે કહેવામા આવે છે કે જો મન હોય તો માળવે જવાય.