ખેડૂત પિતાની દીકરીએ દિવસ રાત એક કરીને UPSC પરીક્ષા પાસ કરી ૩૪ મોં રેન્ક મેળવી SDM અધિકારી બનીને પિતાનું અધૂરું સપનું પૂરું કર્યું.
આજના સમયમાં બધા જ લોકો તેમના જીવનમાં આગળ વધવા માટે સખત મહેનત કરતા હોય છે અને તેમના જીવનમાં આગળ વધતા હોય છે. ઘણા એવા યુવાનો તેમના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરીને સરકારી નોકરી મેળવીને પરિવારનું નામ રોશન કરતા હોય છે.
આજે એવા જ એક SDM અધિકારી વિષે જાણીએ જેઓએ તેમના જીવનમાં ઘણા સંધર્ષો વેઠ્યા હતા.આ દીકરી ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરની રહેવાસી છે અને તેનું નામ રીતુ રાની છે, તેમના પિતા વેદપાલ સિંહ જેઓને તેમની દીકરીને અભ્યાસ કરાવવો હતો.
તો તેઓએ દીકરીને શહેરમાં અભ્યાસ કરવા માટે દીકરીને મોકલી હતી. રીતુના પિતા ખેડૂત છે અને તેથી તેમની પરિસ્થિતિ એટલી સારી નહતી તેમ છતાં બધો જ ખર્ચો ઉપાડીને દીકરીને અભ્યાસ કરાવ્યો હતો.
દીકરીએ MBA નો અભ્યાસ કરીને દીકરી આગળ નોકરી કરવા લાગી હતી, એ સમયે પિતાએ UPSC ની તૈયારી કરવા માટે જણાવ્યું હતું તો દીકરીએ તેની નોકરી છોડી દીધી અને પછી UPSC ની તૈયારી ચાલુ કરી દીધી હતી.
એ સમયે પિતા બીમાર થઇ ગયા તો તેમની સારવારનો ખર્ચો થઇ જતા તેઓને અભ્યાસમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.આમ દીકરીએ તેની તૈયારી માટે કોચિંગ કરાવવાનું ચાલુ ર્ક્યું હતું અને તેનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો.
જેમાં દીકરીએ વર્ષ ૨૦૧૯ માં UPSC ની પરીક્ષા પાસ કરી ૩૪ મોં રેન્ક મેળવીને પરિવારનું નામ રોશન કર્યું હતું અને પિતાનું સપનું પૂરું કર્યું હતું પણ વર્ષ ૨૦૧૭ માં તેમના પિતાનું નિધન થઇ ગયું હતું અને દીકરીએ પિતાનું અધૂરું સપનું પૂરું કર્યું.