મસ્કના નિર્ણયથી ડૂબી ગઈ આ કંપની, એક ટ્વીટથી થઈ ગયું 1223 અબજ રૂપિયાનું નુકસાન
ઉતાવળમાં લીધેલો નિર્ણય હંમેશા નુકસાન પહોંચાડે છે પરંતુ એલન મસ્ક તરફથી ઉતાવળે લેવાયેલા એક નિર્ણયને કારણે ફાર્માસ્યુટિકલ કંપનીએ અબજોનું નુકસાન ઉઠાવવું પડ્યું છે. એલન મસ્કે સોશિયલ મીડિયા કંપની Twitter ખરીદ્યા બાદ બ્લૂ વેરિફિકેશન ટિકની કિંમત 8 ડોલર નક્કી કરી દીધી.
એટલે કે ગમે તે યૂઝર 8 ડોલરની ચુકવણી કરતા એકાઉન્ટ પર બ્લૂ ટિક લઈ શકે છે. પરંતુ 8 ડોલરનું બ્લૂ ટિક મોટા નુકસાનનું કારણ બન્યું છે અને કંપની આ ફેરફારથી યૂ-ટર્ન લઈ રહી છે.
મસ્કના નિર્ણય પ્રમાણે પાછલા દિવસોમાં ટ્વિટરે કેટલાક દેશોમાં ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શન લેવા અને 8 ડોલરની ચુકવણી કરનાર એકાઉન્ટ્સને બ્લૂ ટિક આપવામાં આવી રહ્યું હતું. તેનો ફાયદો ઉઠાવતા ઘણા ફેક અને પૈરોડી એકાઉન્ટ્સે પણ બ્લૂ ટિક ખરીદી લીધુ અને વેરિફાઇડ એકાઉન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો.
કેટલાક એકાઉન્ટ્સે તો પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જોર્જ બુશ તો કેટલાકે લોકપ્રિય બ્રાન્ડ્સની ઓળખ ખરીદી એવા ટ્વીટ કર્યા જે સીધા બ્રાન્ડ વેલ્યૂને નુકસાન પહોંચાડે છે. તેવા ઘણા એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યું પરંતુ ત્યાં સુધી મોટું નુકસાન થઈ ચુક્યું હતું. આ કંપનીને થયું 15 અબજ ડોલરનું નુકસાન
અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપની Eli Lilly ઇંસુલિનનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને દુનિયામાં ઇંસુલિન તૈયાર કરનારી ત્રીજી સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. કંપનીનું ટ્વિટર પર વેરિફાઇડ એકાઉન્ટ @LillyPad નામ છે.
એક ફેક એકાઉન્ટને @EliLillyandCo હેન્ડલરની સાથે ટ્વિટર પર બ્લૂ ટિક ખરીદી લીધુ અને એક એવું ટ્વીટ કર્યું, જેના કારણે કંપનીના શેરમાં ઝડપથી ઘટાડો થયો અને તેણે મોટી કિંમત ચુકવવી પડી છે.
ફેક એકાઉન્ટે ટ્વીટમાં લખ્યું, ‘અમે તે જણાવતા ઉત્સાહિત છીએ કે હવે ઇંસુલિન ફ્રી છે.’ એકાઉન્ટ પર બ્લૂ ટિક હોવાને કારણે આ ટ્વીટ થોડા સમયમાં વાયરલ થઈ ગયું. મોટા ભાગના યૂઝર્સને લાગ્યું કે કંપનીએ ખરેખર ઇંસુલિન ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે.
આ ફેક ટ્વીટને કારણે કંપનીના શેર 4 ટકાથી વધુ ઘટી ગયા અને માર્કેટ કેપમાં તેણે 15 અબજ ડોલરથી વધુની ખોટનો સામનો કરવો પડ્યો છે. ભારતીય મુદ્રામાં આ રકમ આશરે 1223 અબજ રૂપિયા જેટલી છે.
બીજા ફેક એકાઉન્ટ્સ પરથી થયા ટ્વીટ્સ
8 ડોલર આપી બ્લૂ ટિક આપનારા અનેક ફેક એકાઉન્ટ્સે એવા ટ્વીટ્સ કર્યા, જેને જોઈને દરેક ચોંકી ગયા. પેસ્સી નામના ફેક એકાઉન્ટે ટ્વીટ કર્યું- કોક સારી છે. નેસ્લે નામના ફેક એકાઉન્ટે ટ્વીટમાં લખ્યું-
અમે તમારી પાણી ચોરીએ છીએ અને તે તમને ફરી વેચીએ છીએ lol.” આ રીતે ફેક ટેસ્લા એકાઉન્ટ્સ પર લખ્યું- બ્રેકિંગઃ એક બીજી ટેસ્લાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ટક્કર મારી છે. મુશ્કેલીની વાત છે કે આ બધા એકાઉન્ટ્સ પર બ્લૂ ટિક લાગેલા છે, જે અત્યાર સુધી ઓર્થેંટિક એકાઉન્ટ્સ પર જોવા મળતા હતા.