BA પાસ યુવક ડોકટર બનીને ગામના લોકોની સારવાર કરતો હતો, જયારે આ વાતનો ખુલાસો થયો તો થયું એવું કે.
રાજકોટના ગોંડલથી એક ખુબજ ચોંકાવનારી ઘટના સામે આવી છે. થયો એવો ખુલાસો કે આજે આખા ગોંડલમાં આ વાતની ચકચારી ફેલાઈ ગઈ છે. આ સમગ્ર ઘટના રાજકોટના શિવરાજગઢથી સામે આવી છે. જ્યાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા યુવકને પોલીસે ઝડપી પડ્યો છે.
મેહુલ રોકડ મૂળ BA પાસ છે. અને કરોના કાળમાં કમ્પાઉન્ડરની ટ્રેનિંગ લઈને.તેને શિવરાજગઢમાં પોતાનું એક નાનું એવું ક્લિનિક ખોલી દીધું હતું અને તે લોકોને દવા આપીને તેમની પાસેથી પૈસા વસિયલ તો હતો.
ગામડાના ભોળા લોકો તેન ડોક્ટર માનીને તેની પાસે સારવાર કરવા માટે જતા હતા અને તે લોકો પાસેથી દવા કરવાના ૫૦ થી ૧૦૦ રૂપિયા લેતો હતો. તો પોલીસને જાણકારી મળી હતી કે શીવરાજગઢમાં ડોક્ટરની ડિગ્રી વગરનો યુવાન હોસ્પિટલ ચલાવી રહ્યો છે.
જેની પાસે કોઈ ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં તે લોકોને પોતાની દવા આપી રહ્યો છે. પોલીસે પોતાના પેટ્રોલિંગ દરમિયાન તપાસ કરતા આ જાણકારી સાચી નીકળી હતી અને તે નકલી ડોક્ટરની અટકાયત કરવામાં આવી હતી. તેની પાસેથી ૧૪ રૂપિયાની કિંમતની એન્ટિબાયોટિકનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે યુવકને પકડીને તેની સામે ગુનો નોંધી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે. જેની જાણકારી મળતાની સાથે જ આખા ગામમાં ચક્ચરાઈ ફેલાઈ ગઈ હતી. હાલ તેની વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.