અભિનેત્રીએ કહ્યું- શ્રદ્ધાએ આફતાબના દબાણના કારણે ગર્ભપાત…

અભિનેત્રીએ કહ્યું- શ્રદ્ધાએ આફતાબના દબાણના કારણે ગર્ભપાત…

આખા દેશને હચમચાવી દેનાર શ્રદ્ઘા મર્ડર કેસમાં દિવસેને દિવસે સ્ફોટક ખુલાસા થઈ રહ્યા છે. આફતાબે જે કરવતથી શ્રદ્ધાના ટૂકડા કર્યા હતા એ મળી આવી છે. દરમિયાન એક અભિનેત્રીએ કરેલા દાવાએ સનસનાટી ફેલાવી દીઘી છે. મરાઠી અભિનેત્રી સાગરિકા સોના સુમને દાવો કર્યો હતો કે, શ્રદ્ધા બે વખત ગર્ભવતી થઈ હતી અને આફતાબે બળજબરીથી ગર્ભપાત કરાવ્યો હતો.

સાગરિકા દાવો કર્યો હતો કે તેણે બીચ ક્લીન ડ્રાઇવ દરમિયાન સામાજિક કાર્યકર શ્રેહા ધારગલકર અને શ્રદ્ધાને વાત કરતા સાંભળ્યા હતા. આ વાતચીતમાં શ્રદ્ધાએ બે વખત ગર્ભવતી હોવાની અને બળજબરીથી ગર્ભપાત કરાવવાનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ મીડિયા સાથે વાતચીતમાં શ્રેહાએ શ્રદ્ધાના પ્રેગ્નેટ હોવાનો દાવે ખોટો ગણાવ્યો છે.

શ્રેહાએ કહ્યું- હું શ્રધ્ધા વાલકરને જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021 વચ્ચે યોજાયેલી ક્લીન અપ ડ્રાઇવ દરમિયાન મળી હતી. તેણે ક્યારેય મારી સાથે ગર્ભવતી હોવાનો ઉલ્લેખ કર્યો નથી. મારી તેની સાથે આવી કોઈ વાતચીત થઈ નથી.

શ્રેહા આગળ જણાવે છે કે- હું આ પ્રકારની ખબરોથી ખૂબ દુઃખી છું. મેં કોઈ પણ સાથે આ પ્રકારની વાત કરી નથી. મેં માત્ર એક રિપોર્ટર સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે હું એક વખત શ્રદ્ધાને મળી હતી. તેની સાથે મારી આ પ્રકારની કોઈ વાતચીત થઈ નથી.

જોકે, સાગરિકાએ પણ મીડિયાનો સંપર્ક કર્યો છે અને શ્રેહાના નિવેદન પર પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે. સાગરિકાના કહેવા પ્રમાણે, તેણે શ્રદ્ધાને સામાજિક કાર્યકર્તાઓ સાથે ગર્ભાવસ્થા અને ગર્ભપાત વિશે વાત કરતા સાંભળ્યા હતા.

તેણે ક્યારેય એવો દાવો કર્યો ન હતો કે જ્યારે શ્રદ્ધા આ બધું કહી રહી હતી ત્યારે શ્રેહા પણ ત્યાં હાજર હતી. સાગરિકા હજુ પણ તેના નિવેદન પર અડગ છે કે શ્રદ્ધા ગર્ભવતી હતી અને તેણે આફતાબના દબાણમાં કદાચ ગર્ભપાત કરાવવો પડ્યો હતો.

શ્રદ્ધા લગ્ન અને બાળકો ઈચ્છતી હતી
શ્રેહાએ જણાવ્યું કે, શ્રદ્ધા લગ્ન અને બાળકો ઈચ્છતી હતી. તે દિવસે તેને છાતીમાં દુખાવો થતો હતો. તેણે કહ્યું કે તેને બે-ત્રણ દિવસથી છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. મેં તેને ડૉક્ટરનો નંબર આપ્યો અને મને મળવા કહ્યું. મેં તેમને કહ્યું કે ડૉ. કાબરા સારા હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે. તુ આ દુઃખાવાની અવગણના ન કર. મને એ પણ ખબર નથી કે તે ડૉક્ટર પાસે ગઈ હતી કે નહીં.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શારીરિક હુમલાને કારણે શ્રદ્ધા આ પીડાથી પીડાઈ રહી હતી. આફતાબે તેની સાથે મારપીટ કરી હતી, જેના કારણે તેને છાતીમાં દુખાવો થતો હતો. શ્રેહા કહે છે કે મેં શ્રદ્ધાને કહ્યું કે મારે એક દીકરી છે. પછી તેણે કહ્યું કે તે પણ લગ્ન કરીને પરિવાર વધારવા માંગે છે. તેણે કહ્યું કે મને નોકરી કરવી ગમે છે અને મુંબઈ પણ ખૂબ ગમે છે. તે પછી અમે ફરી ક્યારેય મળ્યા નથી.

ડોક્ટર કાબરાએ કહ્યું-આફતાબ હિંસક હતો
ડો. કાબરા મુંબઈની એક મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કામ કરે છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, શ્રદ્ધાએ પોતાના માનસિક તણાવ, આફતાબના ગુસ્સા અને હિંસક વર્તન વિશે મારી પાસે ફેબ્રુઆરી 2021માં સલાહ લીધી હતી. આફતાબને મનોવૈજ્ઞાનિકને મળાવાની પણ સલાહ આપી હતી.

આ દરમિયાન ક્લીન અપ ડ્રાઈવ કરાવનાર પત્રકારે નામ ન છાપવાની શરતે જણાવ્યું કે, અમે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં આ ક્લીન અપ ડ્રાઈવ કરી હતી. અમે તે રવિવારે કરતા હતા. પહેલા બે રવિવારે ખૂબ ઓછા લોકો આવ્યા. છેલ્લા રવિવારે 40 લોકો આવ્યા હતા. શ્રદ્ધા પણ તેમાં હતી.

તેમના અનુસાર આ ક્લીન અપ ડ્રાઈવ દરમિયાન તેમની શ્રદ્ધા અથવા કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત થઈ નહતી. તેઓ કહેછે કે છ-સાત છોકરીઓ આવી હતી, જેમાં બે-ત્રણ સોશિયલ વર્કર અને બે-ત્રણ આર્ટિસ્ટ હતી. તેઓ પરસ્પર વાત કરી રહ્યા હતા, પરંતુ શું વાત કરી રહ્યા હતા તેની મને જાણ નથી.

મરાઠી અભિનેત્રી સાગરિકાએ કર્યો હતો શ્રદ્ધા પ્રેગ્નેટ હોવાનો દાવો
મરાઠી અભિનેત્રી સાગરિકા સોના સુમને દાવો કર્યો હતો કે, શ્રદ્ધાએ વચ્ચે ત્રણ-ચાર લોકોને કહ્યું હતું કે, તે પ્રેગ્નેટ છે અને બાળકને જન્મ આપવા માગે છે. તે પોતાના પ્રેમી આફતાબ સાથે લગ્ન કરવા માગે છે. શ્રદ્ધાએ એ પણ જણાવ્યું કે, આફતાબ સાથે રહેવા તેણે પોતાનો પરિવાર પણ છોડ્યો.

આફતાબના ઘરેથી કરવત મળી
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આફતાબના ઘરમાં સર્ચ દરમિયાન એક કરવત મળી આવી હતી. અત્યારે એ વાતની પુષ્ટિ થઈ શકતી નથી કે આ એ જ હથિયાર છે કે જેના વડે તેણે શ્રદ્ધાના શરીરના ટુકડા કર્યા હતા. જ્યાં સુધી તેની ફોરેન્સિક તપાસ ન થાય ત્યાં સુધી કોઈ દાવો કરી શકાય નહીં.

શ્રદ્ધાનો ફોટો સામે આવ્યો, તેના ચહેરા પર ઈજાના નિશાન છે
શ્રદ્ધા મર્ડર કેસમાં એક તસવીર સામે આવી છે. ફોટામાં શ્રદ્ધાના ચહેરા પર ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફોટો શ્રદ્ધાના એક મિત્ર દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેણે દાવો કર્યો છે કે 2 વર્ષ પહેલા ડિસેમ્બર 2020માં આફતાબે શ્રદ્ધાને નિર્દયતાથી માર માર્યો હતો. જે બાદ શ્રદ્ધાને આ ઈજાઓ થઈ હતી. બંને 2019થી રિલેશનમાં હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *