Tata Group : ચીન દ્વારા ઊભા કરવામાં આવેલા સંકટને દૂર કરશે Tata, ઓછી થશે Appleની મુશ્કેલી

Tata Group : ચીન દ્વારા ઊભા કરવામાં આવેલા સંકટને દૂર કરશે Tata, ઓછી થશે Appleની મુશ્કેલી

Tata Group : જો બધું સારું રહ્યું તો Tata Group Wistron Corpના કર્ણાટક સ્થિત મેન્યુફેક્ચરિંગ યુનિટને ખરીદી શકે છે. આ યુનિટમાં Apple કંપનીના iPhone અને બાકીની પ્રોડક્ટ્સનું નિર્માણ કરવામાં આવે છે. આ ડીલ 4 થી 5 હજાર કરોડમાં થઈ શકે છે. આ ડીલના ફાઈનલ થવા પછી iPhoneના પ્રોડક્શન સંબંધી સમસ્યાઓનું સમાધાન આવી શકે તેમ છે.

Tata Group
Tata Group

આમ તો આ યુનિટને Tata Group સિવાય અન્ય બે કંપનીઓ તરફથી પણ ખરીદવાની કોશિશ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ચીનમાં લોકડાઉનના કારણે દુનિયાની સૌથી મોટું iPhone મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ પડી ગયું છે.

TEPL ટાટા સન્સની પૂર્ણ માલિકીવાળી સહાયક કંપની છે. ગ્રુપના અધ્યક્ષ એન ચંદ્રશેખરન ચીન વિરુદ્ધ જિયો પોલિટીકલ માહોલનો લાભ ઉઠાવવા અંગે વિચારી રહ્યા છે. જેની હેઠળ ભારતને ઓપ્શનલ પ્રોડક્શન સાઈટ્સ માટે Apple જેવી સ્માર્ટફોન કંપનીઓને લોભાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Instagram : ઈંસ્ટાગ્રામ યુઝર્સને મોટો ઝટકો હવેથી ફ્રીમાં નહીં વાપરી શકો ઈંસ્ટાગ્રામ આ માટે ગ્રાહકોએ દર મહિને ચૂકવવા પડશે 73 રૂપિયા.. ક્રિએટર્સને થશે મોટી કમાણી

જ્યારે આ ડીલથી Tata Groupને TEPLની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને વધારવામાં મદદ મળશે. TEPL પહેલેથી જ iPhone માટે Appleનું એક કમ્પોનેન્ટ વેન્ડર છે અને ગ્લોબલી પોતાને સ્થાપિત કરવા માટે કોરિયા અને જાપાનના મોટા નિર્માતાઓ સાથે પણ ડીલ કરવાની યોજના બનાવી રહ્યું છે.

Tata Group
Tata Group

Appleની સાથે TEPLનું હાલની એક્સક્લુઝીવ પાર્ટનરશીપ PM નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા પુશનો એક ભાગ છે અને સરકારના ઉત્પાદન સાથે જોડાયેલી યોજનનો લાભ ઉઠાવી રહી છે. જેને ઓગષ્ટ 2020માં લોન્ચ કરવામાં આવ્યું છે.

સપ્ટેમ્બરમાં આવેલી બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે Tata હાલના દિવસોમાં વિસ્ટ્રોન સાથે એક ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફક્ચરિંગ જોઈન્ટ વેન્ચર બનાવવાનો વિચાર કરી રહ્યો છે. જોકે જાણકાર સૂત્રોએ કહ્યું કે ગ્રુપ કર્ણાટકના કિલોર જિલ્લાના નરસાપુરામાં યુનિટને ખરીદવા માટે આગળ વધી રહ્યું છે.

Tata Electronicsની ફેસિલિટી તમિલનાડુના હોસુરમાં સ્થિત છે. Tataના નજીકના સૂત્રોએ કહ્યું છે કે, જો ફેસિલિટી બાયઆઉટ કામ નહીં કરે તો તે સ્વતંત્ર રૂપે પણ જેવી રૂટ પર આગળ વધશે.

અન્ય એક વ્યક્તિએ કહ્યું છે કે આ વર્ષની શરૂઆતમાં Tata Motors દ્વારા ગુજરાતમાં Ford યુનિટના અધિગ્રહણના આધાર પર ડીલ થઈ શકે છે. જેમાં વેચાણ અને લીઝબેક સ્ટ્રક્ચર સામેલ છે.

Tata Group
Tata Group 

Tata Group પોતાનું કામ કરશે પરંતુ વિસ્ટ્રોન Appleના ગ્લોબલ વેન્ડર ઈકોસિસ્ટમ પર લાભ ઉઠાવવા માટે એક નાનકડો હિસ્સો રાખી શકે છે. ફાઈનલ ડીલની રૂપરેખા હજુ તૈયાર કરવામાં આવી રહી છે.

સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે, તમિલનાડુ અને કર્ણાટકમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગની સુવિધા માટે હાઈ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવીટીની સાથે એક ઈન્ડ્સ્ટ્રીયલ કોરિડોરની યોજના બનાવવામાં આવી રહી છે.

તેમાં તેમની રાજધાનીઓ ચેન્નાઈ અને બેંગ્લુરુ વચ્ચે 3.5-4 કલાકના ટ્રાવેલ ટાઈમને ઓછો કરવા માટે હાઈવે અને હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનો સામેલ હશે. ફોક્સકોન, પેગાટ્રોન અને વિસ્ટ્રોન ભારતમાં Appleના મુખ્ય ત્રણ વેન્ડર છે. Apple વર્તમાનમાં ભારતમાં iPhone SE, iphone 12, iPhone 13 અને iPhone 14(બેસિક) મોડલનું પ્રોડક્શન કરે છે. દેશમાં વેચાનારા બધી પ્રો મોડલ ઈમ્પોર્ટ થાય છે.

more artical : Ram Mandir : મન કી બાત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમે કરોડો લોકોને એક સાથે જોડ્યા – PM મોદી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *