સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં જોવા મળી તેજી, આજે Jaypee Infra સહિત આ સાત પેની સ્ટોક્સે રોકાણકારોને કર્યા માલામાલ…
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. તમામ સૂચકાંકો તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 ઈન્ડેક્સમાં યુપીએલ, મારુતિ, ઈન્ફોસીસ, હીરો હોન્ડા કોર્પોરેશન અને ટાટા મોટર્સ ટોપ ગેનર હતા.
સોમવારે સવારે 11.30 વાગ્યે મુંબઈ બીએસઈ સેન્સેક્સ 488 પોઈન્ટના વધારા સાથે 60,233.35 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 50 પણ 152 પોઈન્ટ વધીને 17,965.20 પોઈન્ટ પર છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ પણ 400 પોઈન્ટ વધીને 38,139.15 પોઈન્ટ પર છે, જ્યારે નિફ્ટી મિડકેપ 73 પોઈન્ટ વધીને 8,719.75 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
BSE મિડકેપ 145 પોઈન્ટ વધીને 25,617.44 ના સ્તર પર છે. અદાણી પાવર, જીએમઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એસજેવીએન, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ અને ફેડરલ બેન્કના શેરમાં આજે 4 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. BSE સ્મોલકેપ ઈન્ડેક્સ પણ 303 પોઈન્ટ વધીને 30,335.2 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. વાસ્કોન એન્જિનિયર્સ, કાઈટેક્સ ગાર્મેન્ટ્સ, ગ્રીવ્સ કોટન, ઈન્ડી રામા સિન્થેટીક્સ અને ડાયમાઈન્સ એન્ડ કેમિકલ્સનો શેર આજે 11 ટકાથી વધુ વધ્યો હતો.
નિફ્ટી 50 ઈન્ડેક્સમાં UPL, મારુતિ, ઈન્ફોસિસ, હીરો હોન્ડા કોર્પોરેશન અને ટાટા મોટર્સના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો. બીજી તરફ વિપ્રો, એશિયન પેઈન્ટ્સ, ડૉ. રેડ્ડી લેબોરેટરી, સન ફાર્મા અને નેસ્લે ઈન્ડિયાના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
આ પેની સ્ટોક્સ આજે ઉપલી સર્કિટને સ્પર્શ્યા હતા. આગામી દિવસોમાં આ શેરો પર નજર રાખો.